Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 25

background image
– સારથી સંતપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક – માસિક
વર્ષ ૧૪ મું
અંક ૧૧ મો
ભાદરવો
વી. સં. ૨૪૮૩
: સંપાદક :
રામજી માણેકચંદ દોશી
૧૬૭
સમ્યગ્દ્રષ્ટિ
મુક્ત જ છે;––કેમ?
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માની દ્રષ્ટિ અંતરના જ્ઞાનાનંદસ્વભાવ ઉપર છે,
ક્ષણિક રાગાદિ ઉપર તેની દ્રષ્ટિ નથી. આ રીતે તેની દ્રષ્ટિમાં રાગાદિનો
અભાવ હોવાથી સંસાર ક્યાં રહ્યો? રાગરહિત જ્ઞાનાનંદસ્વભાવ ઉપર દ્રષ્ટિ
હોવાથી તે મુક્ત જ છે, ––તેની દ્રષ્ટિમાં મુક્તિ જ છે; મુક્તસ્વભાવ ઉપરની
દ્રષ્ટિમાં બંધનનો અભાવ છે. સ્વભાવ ઉપરની દ્રષ્ટિ બંધભાવને પોતામાં
સ્વીકારતી નથી, માટે સ્વભાવદ્રષ્ટિવંત સમકિતી મુક્ત જ છે.
शुद्धस्वभावनियतः स हि मुक्त एव
શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો જ્ઞાની ખરેખર મુક્ત જ છે.