Atmadharma magazine - Ank 177
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૮
ઉ.ઃ– જેણે શુદ્ધ આત્માને જાણ્યો તેણે દ્રવ્યશ્રુત તેમજ ભાવશ્રુત બંનેને જાણ્યા, એટલે તેણે જ જૈન શાસનને
જાણ્યું છે. પંદરમી ગાથામાં પણ એ જ કહ્યું છે કે જે શુદ્ધ અબદ્ધ–સ્પૃષ્ટ આત્માને જાણે છે તે દ્રવ્યશ્રુત ને
ભાવશ્રુતરૂપ સમસ્ત જિનશાસનને જાણે છે. ખરેખર તો અંતરમાં જે ભાવશ્રુતજ્ઞાન પરિણમ્યું તે જ
જિનશાસન છે, દ્રવ્યશ્રુત તો તેનું નિમિત્ત છે.
પ્ર. (૧૭૩)ઃ– અજ્ઞાની હર્ષ–શોકાદિનો જ ભોક્તા કેમ છે?
ઉ.ઃ–
અજ્ઞાનીને, શુદ્ધાત્માનું જ્ઞાન નથી એટલે શુદ્ધઆત્માના આનંદનું વેદન નથી, તેથી તે હર્ષ–શોકનો જ
ભોક્તા છે–એમ નિયમ કરવામાં આવે છે. નિગોદથી માંડીને નવમી ગ્રૈવેયક સુધીના બધાય અજ્ઞાની
જીવોને શુદ્ધાત્માનું વેદન નહિ હોવાને લીધે તેઓ નિયમથી હર્ષ–શોકના ભોક્તા છે.
પ્ર. (૧૭૪)ઃ– સમકિતી જીવ કેવો છે?–તે શેનો વેદક છે?
ઉ.ઃ–
આત્મપ્રયોજનને સાધનારો સાધક, સ્વકર્તવ્યપરાયણ સમકીતિ, તે પોતાના શુદ્ધાત્મા તરફ ઝૂકેલો
હોવાથી પરદ્રવ્ય પ્રત્યેથી વૈરાગ્ય પામેલો છે, તેથી તે શુદ્ધાત્માના અનુભવનો જ વેદક છે, રાગાદિને તે
પોતાના સ્વરૂપપણે અનુભવતો નથી, તેથી તે કર્મફળનો અવેદક જ છે. હું સ્વયં ચિદાનંદસ્વરૂપ જ્ઞાયક
છું–એમ અનુભવતો તે પોતાના આનંદનો જ વેદક છે.
પ્ર. (૧૭પ)ઃ– સમકિતીને શું છે ને શું નથી?
ઉ.ઃ–
ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનનો તેને સદ્ભાવ છે, અને પરથી તે અત્યંત વિરક્ત છે, એટલે
પરદ્રવ્યને કે પરભાવને તે પોતાના સ્વરૂપમાં એકમેકપણે જરા પણ અનુભવતો નથી.
પ્ર. (૧૭૬)ઃ– અજ્ઞાનીને શું નથી અને શું છે?
ઉ.ઃ–
અજ્ઞાનીને શુદ્ધાત્માનું જ્ઞાન નથી, ભાવશ્રુતજ્ઞાન નથી, જ્ઞાયકસ્વભાવનું વેદન નથી; અને પરને તથા
હર્ષ–શોકાદિ વિકારને પોતાના સ્વરૂપમાં એકમેકપણે માનીને, હર્ષ–શોકને જ વેદે છે, તેથી તેને વિકારનું
જ વેદન છે.
પ્ર. (૧૭૭)ઃ– જ્ઞાની શેને માટે અયોગ્ય છે?
ઉ.ઃ–
જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવમાં જ એકત્વપણું હોવાથી, તે સ્વભાવના અનુભવમાં તેને, ‘પરદ્રવ્યને
તેમજ હર્ષ–શોકાદિ ભાવોને પોતાપણે અનુભવવાની અયોગ્યતા છે; સ્વભાવના અનુભવમાં પરભાવોને
અનુભવવાની અયોગ્યતા છે. આ રીતે જ્ઞાની જ્ઞાયકસ્વભાવના અનુભવને યોગ્ય છે, ને રાગાદિના
અનુભવને માટે તે અયોગ્ય છે, એટલે કે જ્ઞાની કદી રાગાદિભાવોને પોતાના સ્વરૂપપણે અનુભવતો
નથી. જેમ અભવ્ય જીવ ભેદજ્ઞાનને માટે અયોગ્ય છે, તેમ જ્ઞાની પોતાના સ્વભાવમાં રાગાદિને
‘હુંપણે’ અનુભવવાને અયોગ્ય છે.
પ્ર. (૧૭૮)ઃ– અજ્ઞાની શેને માટે અયોગ્ય છે?
ઉ.ઃ–
અજ્ઞાનીને શુદ્ધઆત્મસ્વભાવનું જ્ઞાન નહિ હોવાથી, રાગાદિ પરભાવોને જ હુંપણે તે અનુભવે છે, એટલે
રાગથી પાર ચિદાનંદસ્વરૂપના સ્વાદનું વેદન કરવાને તે અયોગ્ય છે. રાગને જ પોતાના સ્વભાવપણે જે
અનુભવે તેને શુદ્ધાત્માનો અનુભવ થઈ શકતો નથી; કેમકે રાગ અને શુદ્ધઆત્મા–એ બંનેને એક સાથે
પોતાપણે અનુભવવું અશક્ય છે. રાગના અનુભવમાં શુદ્ધ આત્માનો અનુભવ નથી, અને શુદ્ધ
આત્માના અનુભવમાં રાગનો અનુભવ નથી.
પ્ર. (૧૭૯)ઃ– ધર્મી કોનાથી સન્મુખ છે, ને કોનાથી વિમુખ છે?
ઉ.ઃ–
ધર્મી પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ છે, ને વિભાવથી વિમુખ છે.
પ્ર. (૧૮૦)ઃ– અધર્મી કોનાથી સન્મુખ છે ને કોનાથી વિમુખ છે?
ઉ.ઃ–
અધર્મી પોતાના જ્ઞાયકસ્વભાવને નહિ જાણતો થકો, ને રાગાદિ વિભાવને જ પોતાનું સ્વરૂપ માનતો
થકો, તે વિભાવની સન્મુખ છે, ને સ્વભાવથી વિમુખ છે.
પ્ર. (૧૮૧)ઃ– કોણ કોનો ભોક્તા છે?
ઉ.ઃ–
જે જેની સન્મુખ છે તે તેનો જ ભોક્તા છે. જ્ઞાની તો સ્વભાવ સન્મુખ હોવાથી સ્વભાવના આનંદનો જ
ભોગવનાર છે, ને અજ્ઞાની વિભાવ સન્મુખ હોવાથી વિકારનો જ ભોગવનાર છે.
પ્ર. (૧૮૨)ઃ– આમાં ભેદજ્ઞાન કઈ રીતે થયું?
ઉ.ઃ–
વિભાવની સન્મુખતામાં પોતાના શુદ્ધાત્માના આનંદનું વેદન નથી થતું, અને સ્વસન્મુખ થઈને આનંદનું
વેદન કરતાં તેમાં વિભાવનું વેદન નથી આવતું; આ રીતે વેદન ઉપરથી શુદ્ધાત્માને અને વિભાવને
ભિન્ન ભિન્ન જાણવા તે ભેદજ્ઞાન છે, ને સ્વસંવેદનજન્ય આવું ભેદજ્ઞાન તે મોક્ષનું મૂળ છે.