દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ઃ પઃ
(અસાડ સુદ બીજના પ્રવચનમાંથી)
દ્રવ્ય સત્ છે, તે પોતાના ગુણ–પર્યાયોથી અભેદ છે, એટલે ગુણો સાથે નિત્ય ટકીને
નવી નવી પર્યાયરૂપે પોતે સ્વયં પરિણમે છે. આવા દ્રવ્યનું સ્વરૂપ–ચતુષ્ટયથી (પોતાના
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી) સત્પણું છે ને પર ચતુષ્ટયથી અસત્પણું છે.–સર્વજ્ઞ
ભગવાને જોયેલો આવો વસ્તુસ્વભાવ છે.
સર્વજ્ઞ ભગવાને રાગ અને વિકલ્પથી પાર થઈને અતીન્દ્રિય જ્ઞાનવડે જગતના
પદાર્થોનું આવું સ્વરૂપ જાણ્યું, ને પછી રાગ અને વિકલ્પ વગર વાણીથી વીતરાગપણે તે
કહેવાયું; તે તત્ત્વોને રાગ અને વિકલ્પથી પાર એવા ભાવશ્રુતજ્ઞાનવડે જાણતાં
સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે. આ રીતે સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ કરાવવા અર્થે આ શાસ્ત્રનો
ઉપદેશ છે.
જે ‘સત્’ છે તે જ પરપણે ‘અસત્’ છે, પણ સત્નો સર્વથા નાશ થઈને તે અસત્
થઈ જાય–એમ બનતું નથી. સત્નો સર્વથા વિચ્છેદ થતો નથી, ને જે સર્વથા અસત્ હોય
તેની ઉત્પત્તિ થતી નથી.
‘જે છે, તે જ નથી’–કઈ રીતે? કે ‘स्यात્
’; એટલે કે સ્વ–રૂપે જે સત્ છે તે જપરરૂપે સત્ નથી; પરંતુ સ્વ–રૂપે જે ‘સત્’ છે તે જ સ્વ–રૂપે પણ ‘અસત્’ છે–એમ નથી.
જો એમ હોય તો પદાર્થનું કાંઈ સ્વરૂપ જ નથી રહેતું. અર્થાત્ તે સત્ પણ નથી સિદ્ધ થતું કે
અસત્ પણ નથી સિદ્ધ થતું. માટે ‘સત્પણું, તો સ્વ–રૂપે છે, ને ‘અસત્પણું’ પર–રૂપે છે,
–આવું અનેકાન્તરૂપ વસ્તુસ્વરૂપ છે.
આત્મા સત્ છે,–કયા રૂપે? પોતાના જ્ઞાન–આનંદરૂપે; આત્મા અસત્ છે,–કયા રૂપે?
દેહાદિ પર–રૂપે; પોતાના આવા ‘સત્’ સ્વરૂપને ન જોતાં, પરરૂપે–દેહાદિરૂપે કે એકલા
રાગાદિરૂપે જ સ્વ–સત્તા માનવી તે ભ્રમણા છે, તે આત્મભ્રાંતિ છે, ને તે જ સંસારનું મૂળ છે.
જે સત્ છે તે ત્રણ કાળ રહેનારું છે, ને ત્રણે કાળે પોતાની પર્યાયસહિત છે; કેમ કે
પર્યાય વગરનું સત્ કોઈ કાળે હોતું નથી...તો હવે ત્રિકાળી સત્ને કે તેની કોઈ પર્યાયને