Atmadharma magazine - Ank 178
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૧પઃ
ભેદજ્ઞાન–પ્રશ્નોત્તર
(સમયસાર સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર
ઉપરનાં પ્રવચનોમાંથી)
[ ગતાંક (અધિક શ્રાવણ) થી ચાલુ ]
પ્ર. (૧૬પ)ઃ- જડનો ભોક્તા કોણ છે?
ઉ.ઃ-
જડનો ભોક્તા જડ છે, જ્ઞાની કે અજ્ઞાની કોઈ જડનો ભોક્તા નથી, કેમકે આત્મામાં તેનો અભાવ
છે.
પ્ર. (૧૬૬)ઃ- અજ્ઞાની શેનો ભોક્તા છે?
ઉ.ઃ-
જ્ઞાનસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવને એટલે કે હર્ષ-શોક વિગેરેને જ ભોગવે
છે.
પ્ર. (૧૬૭)ઃ- જ્ઞાની શેનો ભોક્તા છે?
ઉ.ઃ-
જ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય-આનંદનો જ ભોક્તા છે.
પ્ર. (૧૬૮)ઃ- દ્રવ્યશ્રુતનું જ્ઞાન થવા છતાં પણ અભવ્ય, અજ્ઞાની જીવ પ્રકૃતિના સ્વભાવને કેમ છોડતો નથી?
ઉ.ઃ-
ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનનો તેને અભાવ છે તેથી તે પ્રકૃતિના સ્વભાવને (હર્ષશોકના
ભોગવટાને) છોડતો નથી.
પ્ર. (૧૬૯)ઃ- દ્રવ્યશ્રુત કેવાં છે?
ઉ.ઃ-
પ્રકૃતિના સ્વભાવને છોડાવવાને સમર્થ છે એટલે નિમિત્ત તરીકે તે દ્રવ્યશ્રુત (તેમજ તેના ઉપદેશક
જ્ઞાની) એમ બતાવે છે કે તું જ્ઞાયકસ્વભાવ તરફ વળ, ને પ્રકૃતિના સ્વભાવને છોડ; તે
જ્ઞાયકસ્વભાવને પકડવાનું કહે છે ને પ્રકૃતિના સ્વભાવને છોડવાનું કહે છે. રાગ-દ્વેષ, હર્ષ-શોક તે
પ્રકૃતિનો સ્વભાવ છે, તેનાથી આત્માને લાભ થવાનું કહે તો તે દ્રવ્યશ્રુત નથી પણ કુશ્રુત છે.
દ્રવ્યશ્રુત તો જ્ઞાયક તરફ વળીને મિથ્યાત્વનો નાશ થવાનું બતાવે છે; અને આવા દ્રવ્યશ્રુત જ
મિથ્યાત્વાદિ છોડાવવાને સમર્થ નિમિત્ત છે,-કોને? કે ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્મજ્ઞાન પ્રગટ કરે
તેને. રાગથી જે ધર્મ મનાવે છે તે કુશ્રુત છે, તે તો મિથ્યાત્વાદિ છોડાવવાને નિમિત્ત પણ નથી.
પ્ર. (૧૭૦)ઃ- પાત્ર શ્રોતા કેવો હોય?
ઉ.ઃ-
શ્રવણ કરીને તેમાંથી પોતાના આત્માનું હિત સાધવા માંગે છે, પોતે પોતાના આત્માનું હિત કરવા
માટે જિજ્ઞાસાથી સાંભળે છે, તે પાત્ર શ્રોતા છે. પણ શ્રવણ કરીને પછી બીજાને સંભળાવવાનું ને
માન-મોટાઈ લેવાનું જેનું લક્ષ છે-તેવો જીવ તો શ્રવણની લાયકાતવાળો પણ નથી.
પ્ર. (૧૭૧)ઃ- દ્રવ્યશ્રુતના શ્રવણનું ખરું તાત્પર્ય શું છે?
ઉ.ઃ-
અંતર્મુખ થઈને ભાવશ્રુતજ્ઞાનમાં શુદ્ધ આત્માને પકડવો તે જ દ્રવ્યશ્રુતનું ખરું તાત્પર્ય છે. જે જીવ
આવું ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધઆત્માનું જ્ઞાન-પ્રગટ કરે છે તેને તો દ્રવ્યશ્રુત મિથ્યાત્વાદિ છોડાવવાનું
સમર્થ નિમિત્ત થયું. અને અજ્ઞાની એવું ભાવશ્રુતજ્ઞાન કરતો નથી તેથી તેને તે દ્રવ્યશ્રુતનું જ્ઞાન
મિથ્યાત્વાદિ છોડાવવાનું નિમિત્ત પણ નથી થતું. દ્રવ્યશ્રુત તો મિથ્યાત્વાદિ છોડાવવાને સમર્થ
નિમિત્ત છે,-પણ અજ્ઞાની તેને નિમિત્ત બનાવતો નથી. ઉપાદાન વિના નિમિત્ત કોનું?