આવીને બાલતીર્થંકર માતાપિતાને સોંપ્યા...અને પછી પૂજન તથા તાંડવ નૃત્યાદિ કરીને ઇન્દ્રાદિ દેવો સ્વસ્થાનકે
પાછા ગયા..જતાં જતાં ઇન્દ્રમહારાજ કેટલાક દેવોને ત્યાં મૂકતા ગયા અને આજ્ઞા કરી કેઃ હે દેવો! તમે આ
બાલતીર્થંકર પ્રભુને ખેલાવવા માટે અહીં જ રહેજો..ભક્તિપૂર્વક તેમને ખેલાવજો..નાના બાળકનું રૂપ ધારણ કરીને
તમે પણ તેમની સાથે ખેલજો..ને તેમની સંભાળ રાખજો..
કોઈ સૂક્ષ્મ તત્ત્વ સંબંધમાં તેમને સંદેહ રહેતો હતો. ગગનમાં વિચરતા વિચરતા એક વાર તે બંને મુનિવરો,
સિદ્ધાર્થ મહારાજાના મહેલ સમીપ આવ્યા; તે વખતે નાનકડા વર્દ્ધમાનકુંવર દેવની પાસે ખેલી રહ્યા હતા..એ
બાલતીર્થંકરની મુદ્રા નીહાળતાં જ સંજય અને વિજય એ બંને મુનિવરોનો સંદેહ દૂર થઈ ગયો..અને તેમને
શ્રુતની વિશેષ નિર્મળતા પ્રગટ થઈ.. બાલતીર્થંકરના નિમિત્તે પોતાની મતિની નિર્મળતા થઈ તેથી તે
મુનિવરોએ વર્દ્ધમાનકુમારનું “સન્મતિનાથઃ” એવું નામ પાડયું...ને પ્રમોદથી તેઓએ કહ્યું કેઃ આ બાળક
સન્મતિના નાથ એટલે કેવળજ્ઞાનના સ્વામી થશે.
ઇન્દ્ર મહારાજાએ કહ્યુંઃ દેવો! ભરતક્ષેત્રમાં અત્યારે અંતિમ તીર્થંકર શ્રી વર્દ્ધમાનકુમાર જન્મી ચૂકયા છે, અને
બાલવય હોવા છતાં તેઓ સૌથી વિશેષ બળવાન છે. ત્રણ જ્ઞાનના ધારક એ બાલતીર્થંકરનું બળ