Atmadharma magazine - Ank 181
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 27

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૧ઃ
ઉપયોગનો ઝુકાવ તે જ સુખ છે. આવા નિર્ણયપૂર્વક ઉપયોગને અંતરમાં એકાગ્ર કરવો તે જ પરમ આનંદના
અનુભવની રીત છે.
।। ૩૦।।
જ્ઞાની જાણે છે કે સ્વાનુભવથી જે પરમાત્મતત્ત્વને મેં જાણ્યું તે જ હું છું, હું જ પરમાત્મા છું; તેથી હું જ
મારે ઉપાસવા યોગ્ય છું, મારાથી ભિન્ન બીજું કોઈ મારે ઉપાસ્ય નથી, એમ હવે કહે છે.
यः परात्मा स एवाऽहं थोऽहं परमस्ततः।
अहमेव मयोपास्यो नान्यः कश्चिदितिस्थितिः।।३१।।
જે પરમાત્મતત્ત્વ છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મ તત્ત્વ છે. તેથી હું જ મારો ઉપાસ્ય છું,
મારાથી ભિન્ન બીજું કોઈ મારે ઉપાસ્ય નથી–આવી વસ્તુસ્થિતિ છે.
અજ્ઞાની ‘આત્મા જ પરમાત્મા છે,’ એમ જાણતો નથી, ને આત્માથી ભિન્ન બહારમાં બીજાને
પોતાનું ઉપાસ્ય માને છે. જ્ઞાની તો જાણે છે કે પરમાત્મશક્તિનો પિંડ મારો આત્મા જ છે, પરમાત્મા ને હું
જુદા નથી, તેથી મારો આત્મા જ મારો ઉપાસ્ય છે, ને હું મારો જ ઉપાસક છું. કયા પરમાત્મા? પોતાથી
ભિન્ન અરિહંત ને સિદ્ધ પરમાત્મા તે ખરેખર આ આત્માના ઉપાસ્ય નથી; પોતે પોતાના આત્માને જ
પરમાત્માપણે જાણીને તેની જ અભેદપણે ઉપાસના કરે ત્યારે, બીજા પરમાત્માની ઉપાસના વ્યવહારે
કહેવાય; અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા વ્યવહારે જ આ આત્માના ઉપાસ્ય છે, ને આ આત્મા
તેમનો ઉપાસક છે. પણ નિશ્ચયથી અરિહંત અને સિદ્ધ જેવો મારો આત્મા જ મારે ઉપાસ્ય છે,
પરમાત્મપણાની તાકાત મારામાં જ છે. તેને અભેદપણે ઉપાસતાં હું પોતે જ પરમાત્મા થઈ જઈશ.
મારાથી ભિન્ન બાહ્ય બીજું કોઈ મારે ઉપાસવા યોગ્ય નથી.
જુઓ, આ ઉપાસના!! ભાઈ! તમે કોના ઉપાસક? જ્ઞાની કહે છે કે અમે તો અમારા શુદ્ધ આત્માના જ
ઉપાસક છીએ. અમારો શુદ્ધ આત્મા જ અમારા પરમ ઇષ્ટ આરાધ્યદેવ છે. પંચ પરમેષ્ઠી પ્રભુ વ્યવહારે આરાધ્ય
છે, પણ નિશ્ચયથી તેમના જેવો મારો શુદ્ધ આત્મા જ મારો આરાધ્ય છે. અંતમુર્ખ થઈને પોતે પોતાના આત્માની
ઉપાસના કરવી તે પરમાત્મા થવાનો ઉપાય છે, એવી જ વસ્તુની મર્યાદા છે.
(વીર સં. ૨૪૮૨ઃ જેઠ વદ ત્રીજ)
કોની આરાધનાથી આત્માને સમાધિ થાય તેની આ વાત છે.
જેવા સિદ્ધ ભગવાન છે તેવું જ પરિપૂર્ણ મારું સ્વરૂપ મારામાં શક્તિરૂપે છે. હું જે પરમાત્મ પદ પ્રાપ્ત
કરવા માંગું છું તે ક્યાંય બહારમાં નથી પણ મારામાં જ છે.–આવી આત્મસ્વભાવની ભાવનાના બળે જ સમાધિ
થાય છે. આવા ચૈતન્યની ભાવનાનું અવલંબન કરતાં ઇન્દ્રિયવિષયોથી વિરક્તિ થઈને વૈરાગ્યની દ્રઢતા થાય છે.
જીવ વિકારથી તો છૂટવા માગે છે; જેનાથી છૂટવા માંગે છે તે કાંઈ છૂટવામાં મદદ કરે? રાગાદિ વિકારથી
તો છૂટવું છે તો તે છૂટવામાં રાગ કેમ મદદ કરે? રાગ કરતાં કરતાં છૂટકારો (મોક્ષમાર્ગ) થશે એમ જે માને છે
તેને ખરેખર રાગથી છૂટવાની ભાવના નથી. પુણ્ય કરતાં કરતાં મોક્ષના દ્વાર ખુલ્લી જશે–એમ માનનારને
મોક્ષની ખરી ભાવના જ નથી, મોક્ષને તે ખરેખર ઓળખતો પણ નથી.
અહીં પૂજ્યપાદ સ્વામી કહે છે કે અહો! જેને મોક્ષની ભાવના હોય, આત્માને ભવભ્રમણથી છોડાવવો
હોય, તે જીવો એવી ભાવના કરો કે હું તો પરમાત્મસ્વરૂપ છું. જે પરમપદને હું સાધવા માંગું છું તે મારામાં જ છે,
મારો પરમાત્મસ્વભાવ જ મારે ઉપાસવાયોગ્ય છે. આવી સ્વભાવભાવની ભાવના કરો ને રાગની ભાવના છોડો.
સ્વભાવભાવની ભાવના કરીને તેમાં એકત્વ કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને મોક્ષ થાય છે. જો રાગથી લાભ
થવાનો ભગવાનનો ઉપદેશ હોય તો તે ભગવાન પોતે રાગમાં કેમ ન રોકાણા? ભગવાન રાગ છોડીને વીતરાગ
કેમ થયા? ભગવાન પોતે રાગ છોડીને સ્વરૂપમાં ઠર્યા તે જ એમ બતાવે છે કે રાગ છોડવાનો જ ભગવાનનો
ઉપદેશ છે; રાગથી લાભ થાય એમ જે માને તે ભગવાનના ઉપદેશને માનતો નથી.
ભગવાનનો ઉપદેશ તો એમ છે કે તારો આત્મા જ પરમાત્મા છે, તેની ભાવના કર. તારું પરમાત્મસ્વરૂપ
જ તારે આરાધ્ય છે; રાગ તે આરાધ્ય નથી. માટે