Atmadharma magazine - Ank 182
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 23

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮૨
કોતરેલા આવડા મોટા પ્રતિમાજી બીજે ક્યાંય નથી. અહા! પર્વતના શિખરે અડોલ ધ્યાનમાં ઊભેલા એ
બાહુબલી ભગવાનની મુદ્રા ઉપર તરવરતા પરમવૈરાગ્ય.....શાંતિ.....અડોલ પુરુષાર્થ મહાન ધૈર્ય...
પ્રસન્નતા....આખા સંસાર પ્રત્યેની ઉદાસીનતા અને આત્મિક આનંદની તૃપ્તતા.....વગેરે ગંભીર ભાવોનો
ખ્યાલ તો સાક્ષાત્ નયને નીહાળનારને જ આવે....અડોલપણે મોક્ષને સાધનાર એ ધ્યાનસ્થ વીર,
મુમુક્ષુદર્શકોને મૌનપણે પણ મોક્ષમાર્ગનો પાવન સંદેશ સંભળાવી રહ્યો છે. ભારતના વડાપ્રધાન પં. નહેરુ
અનેક વિદેશી પ્રવાસીઓ વગેરે પણ આ પ્રતિમાના દર્શનથી આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા. આધુનિક વિશ્વમાં
સૌથી ઊંચી એવી આ પ્રતીમા પોતે જાણે કે આખા વિશ્વને જૈનધર્મનો પવિત્ર સંદેશ સંભળાવી રહી છે. (થોડું
લખ્યું ઘણું કરીને વાંચજો...અને નજરે નીહાળજો)
આ ઈંદ્રગિરિ પર્વત ઉપર બીજાં પણ કેટલાક મંદિરો છે, અનેક ખડગાસન ભગવંતો ગણધર દેવનાં
નાજુક ચરણકમળ, તેમજ પર્વતની વિશાળ શિલાઓમાં જિનબિંબો અને શિલાલેખો કોતરેલા છે.
પર્વત બહુ મનોહર છે, અને ચડતાં વીસેક મિનિટ લાગે છે; ચઢાણ સહેલું છે.
સામેના ચંદ્રગિરિ પર્વત ઉપર અનેક જિનમંદિરો ઉપરાંત અતિ મહત્વના પ્રાચીન શિલાલેખો
પર્વતમાં જ કોતરેલા છે. તથા ભદ્રબાહુસ્વામીની ગૂફા છે, તેમાં તેઓશ્રીનાં પવિત્ર ચરણકમળ
સ્થાપિત છે. પર્વત ચડતાં લગભગ પંદર મિનિટ લાગે છે. આ ઉપરાંત નીચે ગામમાં પણ અનેક
જિનમંદિરો છે. કેટલાક મંદિરોની પ્રાચીન કારિગરી અદ્ભૂત છે. પાસે જ (લગભગ એક માઈલ પર)
‘જિનનાથપુર’ ગામમાં પણ પ્રાચીન જિનમંદિરો છે, જેમાં શાંતિનાથ ભગવાનનું કળામય મંદિર
દર્શનીય છે, બીજા મંદિરમાં સપ્તફણી પાર્શ્વનાથ પ્રતિમા છે.
મ્હૈસુર (મહા વદ ૧૨–૧૩) અહીંનો વૃંદાવનબાગ તથા રોશની પ્રસિદ્ધ છે. મલયાગિરિ ચંદનની ઉત્પત્તિનું આ
કેન્દ્ર છે, તથા થોડે દૂર કૃષ્ણરાજસાગર નામનું રમણીય–વિશાળ સરોવર છે.
ગોમટગિરિઃ અહીં એક નાની પહાડી ઉપર બિરાજમાન ૧પ ફૂટ ઊંચા ચિત્તાકર્ષક બાહુબલી ભગવાનના દર્શન
કરીને પાછા મ્હૈસુર જવું.
બેંગલોરઃ (માહ વદ ૧૪ તથા અમાસ) અહીં એક વિશાળ જિનમંદિર છે. બેંગલોરથી લગભગ ૩૦ માઈલ પર
કોલરની સોનાની ખાણો છે.
ચિત્તુરઃ (ફાગણ સુદ એકમ)
તિરુમલેઃ (ફાગણ સુદ બીજ) અહીં એક સુંદર પહાડ ઉપર અનેક જિનમંદિરો છે, એક ગૂફા છે. જેમાં મોટા
પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે; તથા શ્રી વૃષભસેન ગણધરના ચરણપાદુકા પણ છે. લગભગ અડધી
કલાકનું ચઢાણ છે. પર્વત ઉપર નેમનાથ પ્રભુની અતિમનોહર ૧૬ ફુટની પ્રતિમા છે.
મદ્રાસઃ (ફાગણ સુદ ૨ થી ૭) અહીં એક જિનમંદિર છે, તથા મ્યુઝીયમમાં અનેક પુરાણા જિન– પ્રતિમા છે.
વિશાળ દરિયાકિનારો જોવા લાયક છે.
પોન્નુરઃ (ફાગણ સુદ પાંચમ) ‘પોન્નુર’ નો અર્થ થાય છે– ‘સુવર્ણનો પર્વત.’ અહીં કુંદકુંદાચાર્ય દેવની
તપોભૂમિ છે, અને પર્વત ઉપર એક સુંદર ચંપાવૃક્ષની નીચે કુંદકુંદાચાર્યદેવના ચરણકમળ બિરાજમાન છે.
પર્વત ઉપર ચડતાં લગભગ ૧પ મિનિટ લાગે છે.
કાજીવરમ્ઃ (ફાગણ સુદ પાંચમ)ઃ સ્વામી સમન્તભદ્રાચાર્યની નિવાસભૂમિ છે. ત્યાંના દર્શન કરીને પાછા મદ્રાસ
આવવું.