પૂજ્ય શ્રી કાનજીસ્વામી દિગંબર જૈન તીર્થયાત્રા સંઘના
યાત્રિકોને વિનંતિ
(૧) જેઓએ યાત્રાસંઘમાં યાત્રિક તરીકે નામો નોંધાવ્યાં હોય તેમણે બસનું બાકીનું ટિકિટભાડું પોષ વદ
૮, રવિવાર તા. ૧–૨–૫૯થી મહા સુદ ૫, ગુરુ તા. ૧૨–૨–૫૯ સુધીમાં નીચેના સ્થળે મોકલવું.
(अ) મુંબઈ–મદ્રાસ(અર્ધ–યાત્રા)ના યાત્રિકોએ બાકી રહેલા રૂા. ૮૦) એંશી મોકલવા.
(ब) મુંબઈ–ઈડર(આખી યાત્રા)ના યાત્રિકોએ બાકી રહેલા રૂા. ૧૩૦) એકસો ત્રીસ મોકલવા.
(આખી યાત્રાના માઈલેજ વધવાના કારણે રૂા. ૫) વધુ લેવાનું ઠરાવ્યું છે.)
સ્થળ :–શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ,
૧૭૩–૧૭૫, મુંબા દેવી રોડ, ઝવેરી બજાર, મુંબઈ નં. ૨
(૨) યાત્રિકોએ પોતાની (બસની) બેઠકની માહિતી મેળવવા તા. ૧૪ તથા ૧૫–૨–૫૯ના દિને ઉપરના
સ્થળે પધારવા વિનંતિ છે.
(૩) યાત્રાસંઘ મહા સુદ ૮, સોમ તારીખ ૧૬–૨–૫૯ના દિને સવારે મુંબઈથી પ્રયાણ કરશે.
–શ્રી દિ. જૈન તીર્થયાત્રા સંઘ વ્યવસ્થાપક કમિટી
ધર્મનો સંબંધ કોની સાથે છે?
આત્માના ધર્મનો સંબંધ કોઈ બીજા સાથે નથી, પણ ધર્મી એવા પોતાના આત્મા સાથે જ ધર્મનો સંબંધ છે.
(૧) શું ભગવાનના આત્મા સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે? ના;
(૨) શું મહાવિદેહ વગેરે ક્ષેત્રની સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે? ના;
(૩) શું ચોથો કાળ વગેરે કાળની સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે? ના;
(૪) શું રાગાદિ ભાવો સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે? ના;
–આ રીતે કોઈ પણ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ કે પરભાવની સાથે આ આત્માના ધર્મનો સંબંધ નથી,
પણ પોતાના સ્વદ્રવ્ય–સ્વક્ષેત્ર–સ્વકાળ ને સ્વભાવની સાથે જ પોતાના ધર્મનો સંબંધ છે; તે આ પ્રમાણે–
(૧) અનંતશક્તિના પિંડરૂપ શુદ્ધચૈતન્ય દ્રવ્યની સાથે જ ધર્મની એકતા છે.
(૨) અસંખ્ય પ્રદેશી પોતાનું ચૈતન્યક્ષેત્ર તે જ ધર્મનું ક્ષેત્ર છે.
(૩) સ્વભાવમાં અભેદ થયેલી સ્વપરિણતિ તે જ ધર્મનો કાળ છે. અને
(૪) જ્ઞાન–દર્શન–આનંદ વગેરે અનંત ગુણો તે જ આત્માના ધર્મના ભાવ છે.
–આવા સ્વદ્રવ્ય–સ્વક્ષેત્ર–સ્વકાળ ને સ્વભાવ સાથે જ આત્માના ધર્મનો સંબંધ છે.
માટે હે જીવ! પરદ્રવ્ય–પરક્ષેત્ર–પરકાળ ને પરભાવોથી અત્યંત ભિન્નતા જાણીને. તારા સ્વભાવમાં અંતર્મુખ થા.
આત્મધર્મના વાચકોને
પૂ. ગુરુદેવ, મુમુક્ષુ મંડળ આદિ દક્ષિણ દેશના તીર્થોની યાત્રાએ પધારેલ હોવાથી સોનગઢ ખાતેનું
“આત્મધર્મનું” વ્યવસ્થાપક મંડળ હાલ બંધ છે, તો ‘આત્મધર્મ’ ની રવાનગી કે અન્ય કોઈ સૂચના કરવાની
હોય તે નીચેના સરનામે કરવી.
હરિલાલ દેવચંદ શેઠ
આનંદ પ્રિ. પ્રેસ–ભાવનગર.