Atmadharma magazine - Ank 183
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૭ :
શ્રી જિનબિંબ–પ્રતિષ્ઠા અને મંગલતીર્થયાત્રા નિમિત્તે
પૂ. ગુરુદેવનું મંગલ પ્રસ્થાન
દક્ષિણના તીર્થધામોની મંગલ યાત્રા નિમિત્તે તેમજ મુંબઈનગરીના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
નિમિત્તે પરમપ્રભાવી પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સોનગઢથી પોષ સુદ છઠ્ઠના રોજ મંગલ પ્રસ્થાન કર્યું.
સવારમાં પાંચ વાગે પૂ. ગુરુદેવે અતિ ભાવભીના ચિત્તે દેવાધિદેવ શ્રી સીમંધરનાથ વગેરે ભગવંતોના દર્શન
કર્યા....ભક્ત–મંડળે મંગલગીતપૂર્વક સ્વાધ્યાયમંદિરને પ્રદક્ષિણા કરીને ગુરુદેવના દર્શન–સ્તુતિ કર્યા. ભક્તોએ
મંગલ યાત્રાની સફળતાની ભાવના ભાવી ત્યારબાદ ‘“ સહજ આત્મસ્વરૂપ” એવા હસ્તાક્ષર અને સ્મરણપૂર્વક
ગુરુદેવે સ્વાધ્યાયમંદિરેથી મંગલ પ્રસ્થાન કર્યું.... “મંગલવર્દ્ધિની” મોટર પાસે ઊભા રહીને માંગળિક
સંભળાવ્યું.... પોતે મનમાં પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ કર્યું....અને છેવટે માનસ્તંભ ઉપર બિરાજમાન
સીમંધર પ્રભુને વંદન કરીને ભાવભીના ચિત્તે વિદાય લઈને મોટરમાં બેઠા....ને મંગલનાદ કરતી મંગલવર્દ્ધિની
મંગલકાર્યો માટે મંગલસ્વરૂપ ગુરુદેવને લઈને સોનગઢથી ઉપડી....
‘મંગલવર્દ્ધિની’ની પાછળ પાછળ થોડી જ વારમાં પૂ. બેનશ્રીબેનની મોટર “તીર્થગામિની” પણ
જયજયકારપૂર્વક રવાના થઈ.
પાવાગઢ સિદ્ધક્ષેત્રની યાત્રા
ધંંધુકા, અમદાવાદ અને પાલેજ થઈને પૂ. ગુરુદેવ પોષ સુદ આઠમના રોજ પાવાગઢ પધાર્યા.... ભક્તોએ
ઉમંગથી સ્વાગત કર્યું. બપોરે પ્રવચન તેમજ જિનમંદિરમાં ભક્તિ થઈ, રાત્રે ચર્ચા થઈ હતી.
અહીં પાવાગઢ–સિદ્ધક્ષેત્રથી રામચંદ્રજીના બે પુત્રો (લવ–કુશ) તથા લાટદેશના રાજા, અને પાંચ કરોડ
મુનિવરો સિદ્ધિ પામ્યા છે.... પર્વત ઉપર લગભગ સાત જિનમંદિરો તેમજ લવ–કુશ મુનિવરોના ચરણપાદુકા છે.
તળેટીમાં પણ બે જિનમંદિરો, માનસ્તંભ વગેરે છે.
પોષ સુદ ૯ ને રવિવારના રોજ સવારમાં ૫ાા વાગે લગભગ ૪૦૦ જેટલા યાત્રિકો સહિત પૂ. ગુરુદેવે
પાવાગઢ–સિદ્ધક્ષેત્રની યાત્રા શરૂ કરી....
અનંત સિદ્ધ ભગવંતોકી જય....
પંચ પરમેષ્ઠી ભગવંતોકી જય....
રત્નત્રય આરાધક સંતોકી જય....
રત્નત્રય માર્ગપ્રકાશક ગુરુદેવકી જય....
–ઈત્યાદિ જયજયકારપૂર્વક ગુરુદેવના પગલે પગલે સેંકડો યાત્રિકો સિદ્ધિધામ તરફ ચાલવા લાગ્યા....
રસ્તામાં પૂ. બેનશ્રીબેન વિધવિધ પ્રકારની ભક્તિ ગવડાવીને, ગુરુદેવ સાથેની અપૂર્વ તીર્થયાત્રાનો આનંદ વ્યક્ત
કરતા હતા....ગુરુદેવ સાથે આનંદની તીર્થયાત્રાનો મહિમા કરતાં કરતાં, પર્વત ઉપરના સાત ગઢ ઓળંગીને
સિદ્ધિધામમાં પહોેંંચ્યા....વચ્ચે ત્રણ જિનમંદિરોના દર્શન કરીને શિખર ઉપરના મોટા મંદિરે આવ્યા.... ત્યાંના
જિનમંદિરોના દર્શન કરીને પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં ગુરુદેવે “જંગલ વસાવ્યું રે જોગીએ....” એ ભક્તિ
કરાવી....વૈરાગ્યરસમાં ઝૂલતાં ઝૂલતાં, નવા નવા શબ્દો ફેરવીને ગુરુદેવે ઘણી ભાવભીની ભક્તિ કરાવી.