મુંબઈખાતેની પોતાની
સ્થિરતા દરમિયાન
પૂજ્યપાદ ગુરુદેવ
શીવમાં ભાઈશ્રી
સુખલાલભાઈ
રામજીભાઈને ત્યાં
પધાર્યાં
હતા તે સમયનું એક
દ્રશ્ય.
પોષઃ ૨૪૮પ ઃ ૩ઃ
આ માંગલિક પ્રસંગે જન્મકલ્યાણકનો એક વિરાટ વરઘોડો ચઢાવવામાં આવ્યો હતો. વરઘોડામાં
ભગવાન શ્રી નેમીનાથને હાથી ઉપર સૌધર્મ ઇન્દ્રની ગોદમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, અને ઇન્દ્ર–
ઇન્દ્રાણીઓ વરઘોડામાં સામેલ હતા.
ભગવાન શ્રી નેમીનાથસ્વામીના માતા–પિતા થવાનું અહોભાગ્ય મુમુક્ષુ મંડળના પ્રમુખ શ્રી મણીલાલ
જેઠાલાલ શેઠને પ્રાપ્ત થયું હતું અને તે બદલ તેઓશ્રીએ પોતાનો આનંદ વ્યક્ત કરીને પોતાના તરફથી રૂપિયા
દસ હજાર ને એકની રકમ સંસ્થાને અર્પણ કરી હતી.
દોઢ માઈલ લાંબો હાથી, ઇન્દ્ર–ઇન્દ્રાણીઓ અને હજારો મુમુક્ષુઓથી શોભી રહેલ વરઘોડો કાલબાદેવી
પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હજારોની માનવ મેદની તે જોવા માટે ઉમટી પડી હતી. અને આવો વિરાટ
વરઘોડો પ્રથમ વાર જ જોવા માટે પોતાની જાતને ધન્ય માનતી હતી.
શહેરના મુખ્ય ભાગોમાં ફરીને વરઘોડો આઝાદ મેદાનખાતે ખાસ રચવામાં આવેલ સુમેરૂ પર્વત પાસે
આવ્યો હતો, અને ત્યાં ૧૦૦૮ સુવર્ણ તથા ચાંદીના કળશોવડે મહાન જન્માભિષેકની ક્રિયા ઉલ્લાસપૂર્વક કરવામાં
આવી હતી.
આ મંગળ દિવસે જ પારણાઝુલન, શ્રી નેમીનાથ ભગવાનના વિવાહની તૈયારીઓ અને રાજઓના
આગમનનો મહોત્સવ ઉજવવામાં આવેલ.
મહા સુદ ૪ બુધવારે શ્રી નેમીનાથ પ્રભુજીએ વૈરાગ્ય, જૈનેશ્વરી દીક્ષા માટે વનગમન અને દીક્ષા
કલ્યાણકના ભવ્ય વરઘોડાની વિધિ કરવામાં આવી હતી.
મહા સુદ પ, ગુરુવારે આહારદાન, અંકન્યાસવિધિ, કેવળજ્ઞાન કલ્યાણક અને સમવસરણ–રચનાની ક્રિયા
ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યા બાદ મહા સુદ છઠ શુક્રવારે નિર્વાણ કલ્યાણક કરીને પ્રાતઃકાળે જિનવેદીમાં શ્રી
જિનબિંબ બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેમ જ આ પ્રસંગે કળશ તથા ધ્વજારોપણ, શાંતિયજ્ઞ, રથયાત્રા
વગેરે કરવામાં આવેલ.
આ પંચકલ્યાણક મહોત્સવનો વિસ્તૃત અહેવાલ, પોસ્ટની ગડબડને અંગે સમયસર આવી શક્યો નથી
એટલે શક્ય એટલો સંક્ષિપ્તમાં અહેવાલ ઉપર રજૂ કર્યો છે, તેમજ મહોત્સવને અંગેના પ્રસંગ ચિત્રો પણ થોડા
રજુ કર્યા છે અને બીજા કેટલાક મહત્વના દ્રશ્યો આવતા અંકે રજૂ કરવામાં આવશે.
હાથી ઉપર પ્રભુનું જુલૂસ, જન્માભિષેક, દીક્ષા, જિનબિંબો વગેરેના દ્રશ્યો પણ મેળવવાનો અમારો પ્રયાસ
ચાલુ છે. જો બની શકશે તો ‘આત્મધર્મ’ માં હવે પછી આપીશું.
પોસ્ટની ગડબડના અંગે મુંબઈના પ્રતિષ્ઠા મહોત્સવના વિસ્તૃત સમાચાર અમો આ અંકમાં આપી શક્યા
નથી તે બદલ વાચકબન્ધુઓની ક્ષમા યાચીએ છીએ.