ભૂલીને અજ્ઞાનીએ પોતાના આત્માને એવો માન્યો છે કે જાણે તે રાગનું જ પાત્ર
હોય તેને સમજાવે કે અરે ભગવાન! તારા આત્મામાં તો રાગને તોડીને પોતે
કેવળજ્ઞાનનું પાત્ર થાય એવી તાકાત છે.......તેને ઓળખ. અજ્ઞાની ઘડીએ ઘડીએ
(પર્યાયે પર્યાયે) પોતાના સ્વભાવને ભૂલીને મિથ્યાત્વભાવથી વિકારને જ પ્રાપ્ત
કરે છે; ધર્માત્મા જ્ઞાની તો પોતાના સ્વભાવને ઓળખીને તેમાંથી ઘડીએ ઘડીએ
ક્ષણે–ક્ષણે પર્યાયે–પર્યાયે નિર્મળ ભાવને જ લ્યે છે. નિર્મળપર્યાયને દેવાની અને તેને
જ લેવાની આત્માની સંપ્રદાનશક્તિ છે; પરવસ્તુનું કાંઈ લેવાની કે પરને કાંઈ
દેવાની તાકાત આત્મામાં–દ્રવ્યમાં ગુણમાં કે પર્યાયમાં–નથી. અને રાગનો દેનાર કે
રાગનો લેનાર એવો પણ આત્માનો સ્વભાવ નથી. પર્યાયમાં ક્ષણિક રાગાદિ થાય
તેને જ ગ્રહણ કરનારો પોતાને જે માને તે જીવ, પોતાના સ્વભાવમાં કેવળજ્ઞાન
લેવાની મહાન પાત્રતા છે તેને ઓળખતો નથી.