Atmadharma magazine - Ank 186
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 31

background image
ઃ ૬ ચઃ આત્મધર્મઃ ૧૮૯
ઉ....પ....દે....શ....અ....મૃ....ત
(૧) ભેદજ્ઞાનનું કાર્ય એ છે કે ચૈતન્ય સ્વભાવમાં પ્રવર્તે અને
વિકારથી નિવર્તે; જો વિકારથી નિવૃત્ત ન થાય એટલે કે તેનાથી પાછો
વળીને સ્વભાવ તરફ ન વળે તો તે જીવને સ્વભાવ અને વિકારનું ભેદજ્ઞાન
થયું જ નથી.
(૨) જીવ પંડિતાઈથી શાસ્ત્રો ભણ્યો પરંતુ સ્વભાવ અને વિભાવ
વચ્ચેનું યથાર્થ ભેદજ્ઞાન તેણે કદી ક્ષણ પણ પ્રગટ કર્યું નથી. ભેદજ્ઞાન થતાં
તો આત્માની પરિણતિ વિકારથી વિમુખ થઈને સ્વભાવની સન્મુખ થઈ
જાય.
(૩) અરે, આ તો જેને ચારે ગતિના ભ્રમણના દુઃખથી ત્રાસ
લાગતો હોય ને આત્મા સમજવાની ગરજ થઈ હોય એવા જીવોને માટે
વાત છે. જેને ભવનો ત્રાસ લાગ્યો હોય ને ચૈતન્યની શાંતિ માટે ઝંખના
જાગી હોય એવા આત્માર્થી જીવને સમજાય એવી આ વાત છે.
(૪) હજી તો જેને પુણ્યમાં અને તેના ફળમાં સુખ ભાસતું હોય,
જગતના બહારના કાર્યો મારાથી થાય છે. એવી બુદ્ધિ પોષાતી હોય, તે
જીવને અંતર સ્વભાવની આ વાત ક્યાંથી ગળે ઊતરે? પણ અંતરમાં આ
સમજ્યા વગર ભવભ્રમણના ત્રાસથી ક્યાંય છૂટકારો થાય એમ નથી.
(પ) ભાઈ, અંતરમાં આત્માનો મહિમા લાવીને, રુચિથી આ વાત
સમજવા જેવી છે. આવું મનુષ્ય જીવન કાંઈ વારંવાર મળતું નથી; આવા
મનુષ્ય જીવનમાં પણ જો આત્માના હિતની દરકાર ન કરી તો અવતાર
પૂરો થતાં ક્યાં તારા ઉતારા થશે? અંતરમાં આત્માના સ્વભાવની સમજણ
વગર જીવને બહારમાં ક્યાંય કોઈ શરણરૂપ થાય તેમ નથી.
(૬) આવા મનુષ્ય અવતારમાં આત્માની દરકાર કરવી જોઈએ કે
અરે! મારો આત્મા આ સંસારના જન્મમરણથી કેમ છૂટે! .....આત્માની
સમજણનો એવો યથાર્થ ઉપાય કરું કે જેથી અલ્પકાળમાં મારો આત્મા આ
જન્મમરણથી છૂટીને મુક્તિ પામે.
(૭) અંતરમાં આત્માની ખરેખરી જિજ્ઞાસા પ્રગટ કરીને જે
સમજવા માંગે તેને યથાર્થ સમજણ અને સમ્યગ્દર્શન થયા વગર રહે નહીં.
(૮) એક વાર પણ સમ્યગ્દર્શનરૂપી છીણીવડે જેણે મોહ ગ્રંથીને
ભેદી નાંખી તેના સંસારનું મૂળિયું છેદાઈ ગયું, ને મોક્ષનાં બીજ તેના
આત્મામાં રોપાઈ ગયા.
(૯) જેમ મૂળિયું છેદાતાં ઝાડનાં ડાળ–પાન પણ અલ્પકાળમાં
સુકાઈ જાય છે તેમ સમ્યગ્દર્શનવડે સંસારનું મૂળિયું છેદાઈ જતાં
અલ્પકાળમાં જ રાગાદિનો સર્વથા અભાવ થઈને જીવ મુક્તિ પામે છે.
(૧૦) આ રીતે સમ્યગ્દર્શનવડે જ જીવ બંધનથી છૂટીને મુક્તિ પામે
છે. માટે સમ્યગ્દર્શન જ મોક્ષનો મૂળ ઉપાય છે–એમ જાણીને મોક્ષાર્થી
જીવોએ તેનો પ્રયત્ન કરવા જેવો છે.