Atmadharma magazine - Ank 186
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 31

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮૬
આ પ્રસંગે યાત્રાસંઘના ૨પ૦ માણસો ઉપરાંત ડુંગરગઢથી સ્પેશ્યલ બસમાં શેઠશ્રી ભાગચંદજી વગેરે અનેક
માણસો આવ્યા હતા, આસપાસના ગામોથી અનેક માણસો આવ્યા હતા, તેમજ ગામની જનતાએ પણ મોટી
સંખ્યામાં ભાગ લીધો હતો. બપોરે શાંતિયજ્ઞ બાદ ખેરાગઢરાજના જૈન સમાજે ગુરુદેવને અભિનંદનપત્ર આપ્યું
અને પ્રવચન બાદ શ્રી જિનેન્દ્ર ભગવાનની રથયાત્રા નીકળી હતી. આ રીતે માત્ર એકજ દિવસમાં પણ પૂ.
ગુરુદેવની ઉપસ્થિતમાં ઘણા ઉત્સાહપૂર્વક ભગવાનની વેદીપ્રતિષ્ઠાનો ઉત્સવ ઊજવાયો હતો. આ રીતે જિનમંદિર
બંધાવીને પોતાના આંગણે શ્રી જિનેન્દ્ર ભગવાનની પધરામણી કરાવવા બદલ ઉભય ખેમરાજજી શેઠ તેમજ
ખેરાગઢના સૌ મુમુક્ષુઓને ધન્યવાદ ઘટે છે.
ખેરાગઢમાં બે કુમારિકા બહેનોએ અંગીકાર કરેલી
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
ખેરાગઢ નગરમાં ચૈત્રસુદ એકમના રોજ શ્રી
શાંતિનાથ ભગવાનની વેદીપ્રષ્ઠિાનો મહોત્સવ થયો ને પૂ.
ગુરુદેવ પોતાના આંગણે પધાર્યા. આ મંગલ પ્રસંગે નીચેની
બે કુમારિકા બહેનોએ પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા અંગીકાર કરી હતી–
(૧) તારાબેન (શેઠ ખેમરાજજીની સુપુત્રી, ઉમર વર્ષ ૧૮)
(૨) જમનાબેન (શેઠ ઘેવરચંદજીની સુપુત્રી, ઉમર વર્ષ ૧૭)
ઉપરની બંને બહેનો બાલબ્રહ્મચારી છે, અને
છેલ્લા પાંચેક વર્ષથી સોનગઢમાં પૂ. બેનશ્રીબેનની મંગલ
છાયામાં રહીને તત્ત્વનો અભ્યાસ કરે છે; તેઓ તત્ત્વના
જિજ્ઞાસુ અને વૈરાગ્યવંત છે. લગભગ અઢી વર્ષ પહેલાં
જ્યારે સોનગઢમાં ૧૪ બહેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી
ત્યારે તેઓની સાથે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેવાની આ બંને
બહેનોની પણ ભાવના હતી. બંનેના વડીલો અને
કુંટુંબીજનોએ હર્ષપૂર્વક તેમને આ કાર્ય માટે અનુમતિ
આપી છે. નાની ઉમરમાં આત્મહિતની ભાવનાથી આવું
કાર્ય કરવા બદલ તે બંને બહેનોને ધન્યવાદ ઘટે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનાર બંને બહેનો સોનગઢમાં જ રહે
છે. આ રીતે ગુરુદેવની મહામંગલ શીતળ છાયામાં
હજારો માઈલ દૂર દૂરથી પણ પોતાનો દેશ છોડીને અનેક
જિજ્ઞાસુઓ આવે છે...ખરેખર, ગુરુદેવ આ કળિયુગનું
કલ્પવૃક્ષ છે.... કે જેની શીતળ છાયામાં મુમુક્ષુઓને
પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
લેનારી બંને બહેનો સત્સમાગમે પોતાના જીવનધ્યેયમાં
આગળ વધે ને સંતોની છાયામાં પોતાનું આત્મહિત
સાધે–એવી ભાવનાપૂર્વક તેમને અભિનંદન!