Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 33

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૮૭
બપોરે પૂ. ગુરુદેવના નિવાસસ્થાને ખાસ તત્ત્વચર્ચાનો પ્રોગ્રામ હતો, જબલપુરના અનેક વિદ્વાન ભાઈઓ
તે વખતે ઉપસ્થિત હતા અને તત્ત્વચર્ચાથી પ્રસન્ન થયા હતા. ચર્ચા પછી જિનમંદિરમાં ભક્તિ અને ભક્તિ પછી
પ્રવચન; ભોજન પછી તરત પનાગર–જિનમંદિરોના દર્શને ગયા...આ રીતે જબલપુરના બેદિવસમાં વિધવિધ
ખૂબ જ ભરચક કાર્યક્રમો રહેતા. જબલપુરની જૈન જનતા ધર્મના ઉલ્લાસવાળી છે ને સ્વાધ્યાયચર્ચાની ખાસ
રસિક છે.
પનાગરમાં જિનબિંબદર્શન અને સ્વાગત
સાંજે ૬ વાગતાં ગુરુદેવ પનાગર પધાર્યા, ત્યારે ત્યાંના સમાજે ઘણા ઉત્સાહથી ગુરુદેવનું સ્વાગત કર્યું.
પનાગર જબલપુરથી દસ માઈલ દૂર છે. અહીં પાંચ જિનમંદિરો છે...એક મંદિરમાં શાંતિનાથ પ્રભુના વિશાળ
પ્રતિમા લગભગ ૧૦ ફૂટ ઊંચા અતિ ભવ્ય અને પ્રાચીન છે. આ અતિ ઉપશાંત જિનપ્રતિમાના દર્શનથી ગુરુદેવ
અને ભક્તો ઘણા પ્રસન્ન થયા...અહા! એ ઉપશાંત ચૈતન્યમુદ્રાના અવલોકનથી ચિત્તમાં આત્મિક શાંતિનું ઝરણું
વહેવા માંડે છે....સંસારના થાકથી થાકેલા ભક્તો આ શાંતિનાથ પ્રભુના શરણમાં શાંતિ પામે છે. આ ઉપરાંત
બીજા અનેક જિનબિંબો ત્યાં બિરાજે છે. એક મંદિરમાં ઉપરના ભાગમાં સમ્મેદશિખરજી તીર્થધામની અતિ ભવ્ય
મોટી રચના છે, તેમાં ૨પ ટૂંકોની રચના અને પગલાંની સ્થાપના છે. અહીં ૨૦૦ જેટલા યાત્રિકો બેન્ડવાજાં
સહિત ગાતાંગાંતાં જિનમંદિરોના દર્શન કરવા ગયા....અને ખૂબ હર્ષથી ભક્તિ કરી. ગુરુદેવે પણ ભક્તોને
ભલામણ કરી કે અહીંના પ્રતીમા ખાસ દર્શનીય છે. જિનેન્દ્રભગવાનના દર્શન–ભક્તિ બાદ પનાગર જૈન સમાજે
ગુરુદેવને અભિનંદનપત્ર આપ્યું, તેમજ યાત્રાસંઘને પણ અભિનંદનપત્ર આપ્યું....તથા દરેક યાત્રિકને માળા
પહેરાવીને અને મેવા આપીને યાત્રાસંઘનું સન્માન કર્યું. પનાગરના જૈનસમાજે ઘણું ભાવભીનું વાત્સલ્ય બતાવ્યું
હતું. સામર્ધી–સામર્ધીના મિલન અને વાત્સલ્યનું ભાવભીનું દ્રશ્ય દેખીને સૌને હર્ષ થયો હતો. સંઘને વિદાય પણ
ધામધૂમથી વરઘોડારૂપે આપી હતી. રાત્રે સૌ જબલપુર આવી ગયા હતા.
દમોહ (ચૈત્ર સુદ છઠ્ઠ તા. ૧૪)
જબલપુરથી ગુરુદેવ દમોહ પધારતાં ત્યાંના સમાજે ભવ્ય સ્વાગત કર્યું. બપોરે પ્રવચનમાં ત્રણેક હજાર
માણસો ઊભરાયા હતા; સેંકડો માણસો આસપાસના ગામોથી આવ્યા હતા...ધર્મશાળામાં માણસો સમાતા ન
હતા તેથી રસ્તા ઉપર માણસોની ભીડ જામી હતી. ધર્મશાળાનો ઉપરનો હોલ ભાઈઓથી ચિક્કાર હતો, નીચેનો
ભાગ બહેનોથી ચિક્કાર હતો, ધર્મશાળાના રૂમો પણ શ્રોતાજનોથી ભરાઈ ગયા હતા. અહીં લગભગ ૯
જિનમંદિરો છે, તેમાં ગુરુદેવ સાથે દર્શન કર્યા. સંઘના ભોજનાદિની વ્યવસ્થા દિ. જૈનસમાજે કરી હતી. સાંજે
દમોહથી કુંડલગીરી તરફ પ્રસ્થાન કર્યું.
યાત્રા દરમિયાન પ્રવાસ વખતે ભક્તો અધ્યાત્મ ભાવનાવાળી ભક્તિ કરતા..જગતનગરની ગલીગલીમાં
ફરીને, વનજંગલમાં ને ગિરિગૂફામાં ફરી ફરીને, દુનિયામાં ગમે ત્યાંથી હું મારા આત્મસ્વરૂપને શોધી
કાઢીશ...દુનિયામાં નહીં મળે તો અંર્તસ્વરૂપમાં વળી વળીને શોધીશ. અસંખ્ય આત્મપ્રદેશની ગલીગલીમાં
શોધીશ. એકલા નહીં જડે તો દેવ–ગુરુને સાથે રાખીને શોધીશ–ઇત્યાદિ પ્રકારની ભાવનાવાળી ભક્તિ સોને પ્રિય
હતી. ભક્તિ કરતાં કરતાં સાંજે સૌ કુંડલગીરી પહોંચી ગયા.
કુંડલગીરી –સિદ્ધક્ષેત્ર
દૂરદૂરથી કુંડલગિરિનું સુંદર દ્રશ્ય દેખાતું હતું.....ગોળાકાર પર્વત ચારે બાજુ પ્રકાશથી ભક્તોના ચિત્તને
આકર્ષી રહ્યો હતો.....પર્વત ઉપર અનેક ઊજ્જવળ જિનમંદિરોની શિખરમાળા એવી શોભી રહી છે– જાણે કે
પર્વતને મંદિરોની માળા જ પહેરાવી હોય! આ કુંડલગીરી સિદ્ધક્ષેત્રથી શ્રીધરસ્વામી–કે જેઓ અંતિમ કેવળજ્ઞાની
હતા તેઓ મોક્ષ પામ્યા છે. કુંડલાકાર પર્વત ઉપર ૪૬ ને નીચેની ધર્મશાળામાં ૧૦ જિનમંદિરો છે. પર્વત ઉપરના
મુખ્ય મંદિરમાં ‘કુંડલપુર કે બડે બાબા’ તરીકે પ્રસિદ્ધ શ્રી મહાવીરપ્રભુના ૧૨ ફૂટના ભવ્ય પ્રતિમાજી પદ્માસને
બિરાજે છે. વચ્ચે ‘વર્દ્ધમાનસાગર’ નામનું વિશાળ રમણીય તળાવ છે. આવા રમણીય સિદ્ધિધામમાં ગુરુદેવ
સાથે યાત્રિકો આવી પહોંચ્યા... ગુરુદેવ સાથે સિદ્ધિધામની શીતળ હવાથી સૌ યાત્રિકો પ્રફુલ્લિત થયા. રાત્રે ચર્ચા
વખતે ગુરુદેવ યાત્રાના મધુર સંસ્મરણો યાદ કરતા હતા.
કુંડલગીરી સિદ્ધિધામની યાત્રા
(ચૈત્ર સુદ સાતમ)
ગુરુદેવ સાથે સિદ્ધિધામની યાત્રા કરવા માટે