Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page  


PDF/HTML Page 33 of 33

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
ફતેપુરનગરીમાં
પૂ. ગુરુદેવનો ૭૦મો જન્મોત્સવ
દક્ષિણના તીર્થધામોની યાત્રામાં ભગવાન બાહુબલીનાથ,
કુંદકુંદાચાર્યદેવ, રત્નમય જિનબિંબ–દરબાર વગેરેને ભાવપૂર્વક ભેટીને પાછા
વળતાં પૂ. ગુરુદેવ વૈશાખ સુદ એકમના રોજ ફતેપુરનગરમાં પધાર્યા, ને
ગુજરાતી જનતાએ ઉમંગભર્યું ભવ્ય સ્વાગત કર્યું....વૈશાખ સુદ બીજે
ગુરુદેવનો ૭૦મો મંગલજન્મોત્સવ ફતેપુરમાં ધામધૂમથી ઊજવાયો, સવારમાં
જન્મોત્સવની વધામણીના મંગલ વાજાં વાગ્યા...ઠેર ઠેર ઘંટરાવ
થયા...ત્યારબાદ જિનમંદિરમાં શીતલનાથ વગેરે ભગવંતોનું સમૂહપૂજન
થયું....ત્યારબાદ ભક્તમંડળે ભેગા થઈને ધામધૂમપૂર્વક ગુરુદેવનું સ્વાગત કર્યું
ને ગુરુદેવ પ્રવચનમંડપમાં પધાર્યાં. માત્ર ૨૦૦ ઘરની વસતીવાળા આ ફતેપુર
ગામમાં બેથી ત્રણ હજાર માણસો ગુરુદેવનો જન્મોત્સવ ઊજવવા એકત્ર થયા
હતા...મંડપ ઊભરાઈ રહ્યો હતો..... ચારેકોર ધામધૂમ ને આનંદના
શોરબકોરથી નાનકડું ફતેપુર આજે મોટું શહેર બની ગયું હતું.... ફતેપુરની
જનતાનો ઉત્સાહ અજબ હતો, માત્ર ફતેપુર નહીં પણ ગુજરાતના અનેક
ગામના સમાજે હોંસપૂર્વક ભાગ લઈને આ ઉત્સવ શોભાવ્યો હતો. ગુરુદેવનું
આજનું પ્રવચન પણ ઘણું ભાવભીનું હતું...પ્રવચન બાદ અનેક ભક્તોએ
ગુરુદેવના જન્મોત્સવ સંબંધી ભાષણ કરીને ગુરુદેવને અભિનંદન આપ્યા
હતા....અને “આત્મધર્મ” નો અભિનંદન અંક ગુરુદેવને સમર્પણ કરવામાં
આવ્યો હતો. ગુજરાતની જનતા તરફથી ઘણો હર્ષ વ્યક્ત કરતાં ઉત્સાહી
કાર્યકર ભાઈ શ્રી બાબુલાલભાઈએ ઉલ્લાસપૂર્વક કહ્યું હતું કે ધન્ય છે...ધન્ય
છે...આજનો મંગળદિન! ધન્ય છે અમારા સૌભાગ્ય કે આજે અમારા આંગણે
ગુરુદેવનો જન્મોત્સવ ઊજવાઈ રહ્યો છે....આજે અમારે રાંકને ત્યાં રત્ન
સાંપડયું છે....તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિનો સંદેશ દેનાર મહાપુરુષ આજે
અમારા આંગણે પધાર્યા છે, તેથી જાણે કે ભગવાનનું સમોસરણ જ અમારે
ત્યાં આવ્યું હોય–એવો અમને આનંદ થાય છે.......
બપોરે પ્રવચન બાદ ગુરુદેવને અભિનંદનપત્ર સમર્પણ કરવામાં
કરવામાં આવ્યું હતું....ને જન્યજયંતિ સંબંધી ગામેગામથી આવેલા અભિનંદન
સંદેશાઓ વાંચવામાં આવ્યા હતા તથા ૭૦મી જન્મજયંતિ નિમિત્તે ૭૦ની
રકમનું ફંડ થયું હતું–જેમાં લગભગ ૧૦૦ રકમો ભરાઈ હતી. ત્યારબાદ અનેક
ભાઈઓએ જન્મજયંતિ સંબંધી ભક્તિભર્યા કાવ્યો ગાયા હતા. રાત્રે મંડપમાં
ભક્તિ રાખવામાં આવી હતી. આ રીતે ઘણા ઉલ્લાસપૂર્વક ગુરુદેવનો
જન્મોત્સવ ઊજવાયો હતો.
દિનેદિને વુદ્ધિંગત થઈ રહેલ ગુરુદેવનો પ્રભાવ અને જિનશાસનની
પ્રભાવના ભારતના ભવ્યજીવોનું કલ્યાણ કરો...
___________________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર