Atmadharma magazine - Ank 188
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
ઉ.પ.દ.શ.અ.મ.ત
૧. મુક્તિનો માર્ગ અંતર્મુખ છે; બહિર્મુખ મોહભાવે સંસાર છે;
અંત્રસ્વભાવમાં અવલોકન કરતાં અનાદિનો સંસાર ક્ષણમાત્રમાં
વિલય થઈ જાય છે. ‘અંતર્મુખ અવલોકતાં.....વિલય થતાં નહિ
વાર.’
૨. શુદ્ધ સ્વભાવની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરતાં
શુદ્ધતા પ્રગટે છે, તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, ને તેને
ધર્મ કહે છે.
૩. ધર્મની આ રીત સિવાય બીજી રીતે ધર્મ કરવા માંગે તો
કદી થાય તેમ નથી. ધર્મની રીત શું છે તે પણ જીવોના ખ્યાલમાં
આવતી નથી તો ધર્મ કરે તો ક્યાંથી?
૪. જીવે ધર્મની વાસ્તવિક રીત જાણ્યા વગર અનાદિથી
બાહ્યદ્રષ્ટિથી બીજી રીતે (જડની ક્રિયામાં ને પુણ્યમાં) ધર્મ માની
લીધો છે પણ તેથી તેના ભવભ્રમણનો અંત આવ્યો નથી.
પ. ભાઈ! તારો ધર્મ તો તારી ચૈતન્યશક્તિમાંથી આવે, કે
રાગમાંથી આવે? રાગમાંથી ધર્મ આવે એમ કદી બનતું નથી. રાગ
કરતાં કરતાં ધર્મ થઈ જાય–એમ નથી. ધર્મની રીત રાગથી જુદી જ
છે.
૬. ધર્મ તો ચૈતન્યસ્વભાવના આધારે છે; રાગના આધારે તો
બંધન થાય છે, તો બંધનભાવનું સેવન કરતાં કરતાં મોક્ષનો માર્ગ
થઈ જાય–એમ કેમ બને?–કદી ન જ બને.
૭. જેના જ્ઞાનમાં રાગની રુચિ છે તેના જ્ઞાનમાં ચૈતન્યની
નાસ્તિ છે, કેમ કે રાગથી ભિન્ન ચૈતન્યનું અસ્તિત્વ તેના જ્ઞાનમાં
ભાસ્યું નથી.
૮. જ્ઞાની–સંતો પોતાના અનુભવપૂર્વક ચૈતન્ય અને રાગની
ભિન્નતા સમજાવે છે. અરે જીવ! રાગથી ભિન્ન ચિદાનંદ તત્ત્વના
અનુભવની આ વાત સાંભળતાં અંદર તેનો ઉત્સાહ અને પ્રેમ લાવીને
હકાર લાવ.
૯. ચૈતન્યનો–ઉત્સાહ પ્રગટ કરીને તેની વાતનું શ્રવણ પણ
જીવે કદી નથી કર્યું. જો કે એ વાત સંભળાવનારા તો અનંતવાર
મળ્‌યા પરંતુ જીવે અંદરમાં ચૈતન્યના ઉત્સાહપૂર્વક કદી શ્રવણ નથી
કર્યું, પણ રાગના ઉત્સાહપૂર્વક જ સાંભળ્‌યું છે.
૧૦. જો રાગનો ઉત્સાહ છોડીને ચૈતન્યના ઉત્સાહપૂર્વક
એકવાર પણ તેનું શ્રવણ કરે તો અલ્પકાળમાં સ્વભાવનો અનુભવ
પ્રગટીને ભવનો અંત આવ્યા વગર રહે નહીં.
___________________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રી પ્રેસ–ભાવનગર