Atmadharma magazine - Ank 191
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
જિનેન્દ્રપૂજાસંગ્રહ
વિધવિધ પ્રકારની પૂજાઓના સંગ્રહનું પાંચસો ઉપરાંત પાનાનું આ પુસ્તક હાલમાં નવું પ્રસિદ્ધ થયું છે. આ
જિનેન્દ્રપૂજાસંગ્રહમાં સીમંધરભગવાનની અનેક નવીન પૂજાઓ ઉપરાંત ચોવીસે ભગવંતોની અલગ અલગ પૂજાઓ,
ત્રણ ચોવીસીના તીર્થંકરોની પૂજા, ત્રીસ ચોવીસીના તીર્થંકરોની પૂજા, નંદીશ્વર, પંચમેરુ, નિર્વાણક્ષેત્ર, સોલહકારણ,
દસલક્ષણધર્મ, રત્નત્રય વગેરેની પૂજાઓ, તથા ગુરુની અને શાસ્ત્રની પૂજાઓ, તેમજ દેવ–ગુરુ–શાસ્ત્રની અનેક
આરતી વગેરેનો સંગ્રહ છે. લિપિ ગુજરાતી છે પૂજન પ્રેમીઓને આ પુસ્તક ઉપયોગી છે અને દરેક જિનમંદિરમાં
વસાવવા યોગ્ય છે. કિંમત પોણાત્રણ રૂપિયાઃ પોસ્ટેજ જુદું.
ઃ પ્રાપ્તિસ્થાનઃ
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર–સોનગઢ (સૌરાષ્ટ્ર)
_______________________________________________________________________________________
આત્મધર્મ (માસિક)
મુમુક્ષુ જીવોને મુક્તિનો રાહ દેખાડે છે.
પરમ પૂજ્ય ગુરુદેવના પ્રવચનોમાંથી પસંદ કરેલા ઉત્તમ આધ્યાત્મિક લેખો, ઉપરાંત તીર્થયાત્રા વગેરેના
સમાચારો–સંસ્મરણો–ચિત્રો વગેરે પ્રસિદ્ધ કરતું આ માસિક આપ જરૂર વાંચો અને આપ ગ્રાહક ન હો તો–
જરૂર ગ્રાહક બનો વાર્ષિક લવાજમ ચાર રૂપિયા
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ (સૌરાષ્ટ્ર)
ચાલુ ગ્રાહકોને બે વાત
(૧)–આપ નવા વર્ષમાં ગ્રાહક તરીકે ચાલુ રહીને બીજા જિજ્ઞાસુઓને પણ ગ્રાહક થવાની ભલામણ કરશો.
ચાલુ ગ્રાહકોમાંથી એક પણ ઓછા ન થાય, એવી આશા રાખીએ છીએ.
(૨) આપનું ગ્રાહક તરીકેનું લવાજમ બની શકે તો પર્યુષણ દરમિયાન, અથવા તો છેવટ દિવાળી પહેલાં જરૂર
ભરી દેશો.
વૈરાગ્ય સમાચર
(૧) લાઠીના રહીશ અને મુંબઈ મુમુક્ષુ મંડળના ઉત્સાહી કાર્યકર ભાઈશ્રી વૃજલાલ ફૂલચંદ ભાયાણીના માતુશ્રી
હરિમા લગભગ ૮૨ વર્ષની વયે મુંબઈમાં શ્રાવણ માસમાં સ્વર્ગવાસ પામ્યા છે. લાઠીમાં જિનમંદિર અને પ્રતિષ્ઠામહોત્સવ
માટે તેમની ખાસ ભાવના હતી અને તે માટે તેઓ વૃજલાલભાઈ વગેરેને ઘણી વાર પ્રેરણા પણ કરતા હતા. લાઠીમાં
જિનમંદિર અને પ્રતિષ્ઠામહોત્સવ થતાં પોતાની ભાવના પૂરી થવાથી તેમને ઘણો ઉલ્લાસ થયો હતો. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને
ઘણો ભક્તિભાવ હતો. મુંબઈમાં પ્રતિષ્ઠામહોત્સવ અને ગુરુદેવની પધરામણી થતાં તેઓ ઘણા આનંદિત થયા હતા. છેલ્લી
આઠ દસ દિવસની માંદગી દરમિયાન પણ તેઓ વારંવાર ગુરુદેવનું સ્મરણ કરીને તેમના ફોટાના દર્શન કરતા હતા. શ્રી દેવ–
ગુરુ પ્રત્યેની ભક્તિના પ્રતાપે તેઓ તત્ત્વજિજ્ઞાસામાં આગળ વધીને પોતાનું આત્મહિત સાધો......એ જ ભાવના.
(૨) શ્રી જયશ્રીજી,–જેઓ ગુણશ્રીજી વગેરેની સાથે સાથે સોનગઢમાં રહીને પૂ. ગુરુદેવના સત્સમાગમનો લાભ
લેતા હતા, તેઓ શ્રાવણ સુદ ૧૨ ના રોજ સોનગઢમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ મૂળ કચ્છના હતા, તેમની વય લગભગ
૮૦ વર્ષની હતી. છેલ્લા લગભગ ૧૦–૧૨ વર્ષથી તેઓ સોનગઢમાં રહેતા હતા. તેઓ ભદ્રિક હતા. સ્વર્ગવાસ પહેલાં ત્રીજે
દિવસે તો તેઓ ગુરુદેવના પ્રવચનમાં પણ આવેલા. સ્વર્ગવાસની લગભગ છેલ્લી ઘડીએ પણ તેઓ પૂ. ગુરુદેવ પ્રત્યે,
તેમજ પૂ. બેનશ્રી–બેન પ્રત્યે ભક્તિ વ્યક્ત કરીને, તેમનું જ શરણ છે–એમ કહેતા હતા. તેમજ ગુરુદેવે સમજાવેલા તત્ત્વને
ઉલ્લાસપૂર્વક યાદ કરતા હતા. આ રીતે સંતોના શરણની અને તત્ત્વ સમજવાની ઉત્તમ ભાવનાના સંસ્કાર તેઓ સાથે લઈ
ગયા છે, તે સંસ્કારબળે આગળ વધીને તેઓ પોતાનું આત્મહિત સાધે–એવી ભાવના ભાવીએ છીએ.
જીવનમાં જે જાતના સંસ્કારો પાડયા હોય તે સંસ્કારો જીવની સાથે જાય છે, માટે જીવનમાં દેવ–ગુરુ–શાસ્ત્રના
શરણપૂર્વક ઉત્તમ તત્ત્વના એવા દ્રઢ સંસ્કારો આત્મામાં પાડવા જોઈએ, કે જે બીજા ભવમાં પણ હિતનું કારણ થાય.
દસલક્ષણી પર્વ સંબંધી સૂચના
સામાન્યપણે દરવર્ષે ભાદરવા સુદ પાંચમથી દસલક્ષણી પર્વનો પ્રારંભ થાય છે, પરંતુ આ વર્ષે વચમાં ભાદરવા
સુદ ૧૨ નો દિવસ ઘટતો હોવાથી, દસલક્ષણીપર્વનો પ્રારંભ એક દિવસ વહેલો થશે એટલે ભાદરવા સુદ ચોથ ને
રવિવારથી પ્રારંભ થશે.