PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA Reg. N. Bo. 4787
____________________________________________________________________________
“જી વ ને ગો ત વો ક્્યાં?”
પ્રશ્ન:– આંખ ઉઘાડીને બહાર જોતાં જડ દેખાય છે ને આંખ મીંચતાં અંધારું દેખાય છે...તો
જીવને ગોતવો કઈ રીતે?
ઉત્તર:– ભાઈ, જો તારે જીવને જાણવો હોય તો પહેલાં તેનું સ્વરૂપ નક્કી કર...કે જીવ
જ્ઞાનસ્વરૂપ છે....અરૂપી છે....અરૂપી હોવાથી તે આંખવડે દેખાય નહિ. એટલે, આંખ તે જીવ નથી તેમજ
આંખ તે જીવને જાણવાનું સાધન પણ નથી. આંખ તો જડ વસ્તુ છે....તે કોઈને જાણવાનું કાર્ય કરતી જ
નથી. આંખ નિષ્ક્રિય હોય અથવા બંધ હોય ત્યારે પણ અંતરમાં જાણવાની ક્રિયા તો થઈ જ રહી છે,
એટલે તે જાણવાની ક્રિયા આંખથી જુદી છે, તેમ જ તે ક્રિયા કરનારો પણ આંખથી જુદો છે, ને તે જ
જીવ છે. માટે આંખવડે તું જીવને શોધવા મથીશ તો તે કદી નહિ મળે....આંખની અંદર વસતો હોવા
છતાં પણ આંખવડે તે નહીં મળે....જ્ઞાનક્રિયામાં તેને શોધ....જ્ઞાનક્રિયામાં જ તે રહેલો છે.
જે પોતે આંખથી જુદો છે ને આંખનો વિષય નથી તેને આંખવડે શોધવાનો પ્રયત્ન કરવો–એ
તો મૂળ પ્રયત્નમાં જ ભૂલ છે.–કેવી ભૂલ? કે જેમ કોઈ મડદાંને જીવંત માનીને તેની સાથે વાતો
કરવાનો વ્યર્થ પ્રયત્ન કરે....તેમ આ પણ આંખ તો મડદા જેવી અચેતન હોવા છતાં તેને જીવંત–ચેતન
માનીને તેની પાસે જાણવાનું કાર્ય કરાવવા માંગે છે....ભાઈ, તું ભેદજ્ઞાનચક્ષુ ઉઘાડીને આંખથી જુદા
તારા આત્માને દેખ....તો ઉઘાડી આંખ હો કે મીંચેલી આંખ હો–પણ તને જડથી ભિન્ન તારો
ચૈતન્યપ્રકાશ દેખાશે....અને તેને દેખવાથી તું આનંદિત થઈશ.
આત્મા જુદો કાઢીને કેમ નથી દેખાડતા?
પ્રશ્ન:– તમે દેહ અને આત્મા જુદા કહો છો, પણ જો જુદા હોય તો આત્મા જુદો કાઢીને કેમ નથી
દેખાડતા?
ઉત્તર:– ભાઈ! સિદ્ધભગવંતો આત્માને દેહથી અને વિભાવથી જુદો પાડીને સ્પષ્ટ બતાવી જ
રહ્યા છે....પણ તું ન દેખ એમાં બીજાનો શો દોષ? સિદ્ધભગવાન તો દેખાડે છે કે ‘જો, દેખ! ....આ
દેહથી ભિન્ન આત્મા! તારો આત્મા પણ આવો જ છે’ –પરંતુ એવા આત્માને જોવા માટે આંખો તો
જોનારની પોતાની જોઈશે ને! બહારની જડ આંખોથી આત્મા દેખાય તેવો નથી, આત્માને જોવા માટે
તો જ્ઞાનચક્ષુ જોઈશે એટલે પહેલાં તેનું જ્ઞાન કરવું પડશે.
જેમ કોઈ દેખતો માણસ હિમાલય પર્વતને નજરે દેખીને પ્રમોદથી કહે કે જુઓ, અહીં હિમાલય
કેવો સરસ દેખાય છે! ત્યારે કોઈક આંધળો માણસ હિમાલયને ન દેખે અને કહે કે જો તમે હિમાલયને
નજરે દેખો છો તો અમને કેમ નથી દેખાડતા?” પણ ભાઈ! હિમાલય તો તારી સામે હાજર છે, પણ તું
આંખ ઊઘાડીને જો તો તને દેખાયને?” તેમ દેહથી ભિન્ન ચિદાનંદઆત્મા પોતાની પાસે જ છે અને
જ્ઞાનીઓ અંતરમાં અનુભવીને તે દેખાડી રહ્યા છે.....પણ જીવ પોતે જ્ઞાનચક્ષુ ખોલે ત્યારે દેખાયને!!
ભેદજ્ઞાનદ્રષ્ટિથી જોતાં અત્યારે પણ જીવ અને શરીર જુદા જ છે, બંનેના લક્ષણ જુદાં છે ને બંને
ભિન્નભિન્નપણે જ પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રી. પ્રેસ ભાવનગર