Atmadharma magazine - Ank 196
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 25

background image









––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ સત્તરમું: અંક ૪ થો સંપાદક: રામજી માણેકચંદ દોશી મહા : ૨૪૮૬
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી ગુરુના ચરણકમળની સેવાનો પ્રસાદ
નિર્મળ ચિત્તવાળા પુરુષો, ગુણમાં મોટા એવા
ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી, ચૈતન્ય
પરમતત્ત્વને પોતાના અંતરમાં અનુભવે છે. જુઓ,
આ ગુરુ અને તેમની સેવાનો પ્રસાદ, ગુરુ ગુણમાં
મોટા હોય એટલે સમ્યગ્દર્શન–જ્ઞાનાદિ ગુણોથી
જેઓ મહાન છે, એવા ગુરુ–શિષ્યને કહે છે કે દેહમાં
રહેલો હોવા છતાં પણ, દેહથી ભિન્ન એવા તારા
પરમચૈતન્યતત્ત્વને અંતરમાં દેખ. દેહમાં રહ્યા છતાં
પણ ચૈતન્યનો અનુભવ થાય છે ગુરુનાં આવા
વચન સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય અંતરમાં
તદ્રૂપ પરિણમી જાય છે...ગુણમાં મોટા ગુરુ જે
પ્રમાણે કહે છે તે પ્રમાણે શિષ્ય પરિણમી જાય છે,–
એ જ ગુરુના ચરણની ખરી સેવા છે...ને એવી
સેવાના પ્રસાદથી તે શિષ્ય અંતરમાં પોતાના
આત્માનો અનુભવ પામે છે.
–નિયમસાર ગા. ૧૮૦ ઉપરના પ્રવચનમાંથી
૧૯૬