Atmadharma magazine - Ank 205
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 25

background image
વર્ષ અઢારમું : અંંક ૧ લો સંપાદક : રામજી માણેકચંદ દોશી કારતક : ૨૪૮૭
નૂતન વર્ષના પ્રારંભે...
પરમ પૂજ્ય ગુરુદેવના જ્ઞાનસાગરમાંથી વહેતા શાંત
અધ્યાત્મરસના ઝરણાંને ઝીલતું આ આત્મધર્મ–માસિક ૧૭ વર્ષ
પહેલાં શરૂ થયું... આજે તે ૧૮ મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ
આત્મધર્મ–માસિકદ્વારા મને પરમકૃપાળુ ગુરુદેવની ચરણસેવાનો
સુઅવસર પ્રાપ્ત થયો તેને હું મારા જીવનનું મોટું સદ્ભાગ્ય
માનું છું.
ગુરુદેવના ચરણ–શરણના પ્ર્રતાપે મને જગતમાં
સર્વોત્તમ એવા દેવની, જગતમાં સર્વોત્તમ એવા ગુરુની,
જગતમાં સર્વોત્તમ એવા ધર્મને ધર્માત્માઓની પ્રાપ્તિ થઈ... આ
રીતે સર્વોત્તમ ઈચ્છિત વસ્તુઓના દાતાર ગુરુદેવે આ બાળકના
જીવનમાં જે અપાર ઉપકારો કર્યા છે.. જે કૃપાદ્રષ્ટિ વરસાવી છે
તેનું સ્મરણ કરીને, ભાવભીના હૃદયે પરમભક્તિથી ગુરુદેવના
ચરણોમાં નમસ્કાર કરું છું.
જીવનમાં આત્મહિત સાધવા માટેની નવી નવી ઉર્મિઓ
નવી નવી ભાવનાઓ પૂર્વક સંતોના શરણે નવા વર્ષનો મંગલ
પ્રારંભ કરતાં, સંતજનોના ચરણે શીર નમાવીને આશીર્વાદ
માંગીએ છીએ કે આત્મહિતની આપણી ઉર્મિઓ–ભાવનાઓ
સફળ થાય... ને... આપણે આત્મસુખ પામીએ.
– હરિ
[૨૦૫]