નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ર૭ર.
પ્રશ્ન :–
શુદ્ધાત્મામાં જ એકત્વબુદ્ધિ હોવાથી તેને શુદ્ધાત્માના આશ્રયે નિર્મળ પરિણામની સતત ધારા ચાલી
જાય છે,–ને વ્યવહાર તેનાથી જુદો જ રહે છે. એટલે મોક્ષમાર્ગમાં સાથે વ્યવહાર હોવા છતાં, મોક્ષમાર્ગ
કાંઈ તેના આધારે નથી. મોક્ષમાર્ગમાં શરીરાદિ પરદ્રવ્યો પણ સંયોગરૂપે સાથે વર્તે છે,–પણ જેમ તે
શરીરાદિ પદાર્થો પરદ્રવ્ય છે, તેમ મોક્ષમાર્ગની અપેક્ષાએ (અથવા તો શુદ્ધઆત્માની અપેક્ષાએ) તે
રાગરૂપ વ્યવહાર પણ પરદ્રવ્યની જેમ જ જુદો છે, એટલે પરદ્રવ્ય હોવા છતાં જેમ તેના આશ્રયે
મોક્ષમાર્ગ નથી, તેમ રાગાદિ વ્યવહારના આશ્રયે પણ મોક્ષમાર્ગ નથી. આ રીતે, પરદ્રવ્યની જેમ જ
પરાશ્રિત વ્યવહારને આત્માના શુદ્ધ સ્વભાવથી જુદો જાણ્યા વગર શુદ્ધાત્માના અનુભવરૂપ
સમ્યગ્દર્શનાદિ થતા નથી, મોક્ષમાર્ગ થતો નથી. માટે સમ્યગ્દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે–જુદો છે. હે
ભાઈ! તું વ્યવહારથી જુદો થા...ને શુદ્ધ આત્મામાં આવ તો તને સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન પછી જે
રાગરૂપ વ્યવહાર આવે તેમાં સમ્યગ્દ્રષ્ટિ બંધાતો નથી–એટલે કે તેમાં એકત્વબુદ્ધિ કરતો નથી, પણ
તેનાથી જુદો જ રહે છે; માટે સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારથી મુક્ત (છૂટો) જ કહ્યો છે. વ્યવહારમાં જે બંધાય
છે–તેમાં એકતા કરીને અટકે છે–તે મિથ્યાદ્રષ્ટિ છે.