Atmadharma magazine - Ank 207
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: : આત્મધર્મ : ૨૦૭
અહા, આત્માને બંધનથી મુક્ત કરવો એ જ મારું કર્તવ્ય છે, શુદ્ધઆત્માને પ્રાપ્ત કરવો એ જ એક મારું
કર્તવ્ય છે–એમ જેને તીવ્ર ઝંખના જાગી હોય, ને સંતો પાસેથી ભેદજ્ઞાનનો આવો ઉપદેશ મળે, તે જીવ
ભેદજ્ઞાનનો પુરુષાર્થ કર્યા વગર કેમ રહે?–ને આવો મોક્ષાર્થીજીવ બંધના એક કણિયાને પણ પોતાના
સ્વરૂપમાં કેમ રાખે?–ન જ રાખે. ને ભેદજ્ઞાનના કાર્યમાં તે પ્રમાદ પણ કેમ કરે?–ન જ કરે. જેમ વીજળીના
ઝબકારે સોય પરોવવી હોય ત્યાં પ્રમાદ કેમ પાલવે? તેમ અનંતકાળના સંસારભ્રમણમાં વીજળીના ઝબકારા
જેવો આ સંસારભ્રમણમાં વીજળીના ઝબકારા જેવો આ મનુષ્યઅવતાર, તેમાં ચૈતન્યમાં ભેદજ્ઞાનરૂપી દોરો
પરોવવા માટે આત્માની ઘણી જાગૃતી જોઈએ. ભાઈ! અનંતકાળે આ ચૈતન્ય ભગવાનને ઓળખવાના ને
મોક્ષને સાધવાના ટાણાં આવ્યા છે, ક્ષણ ક્ષણ લાખેણી જાય છે, આત્મભાન વગર ઉગરવાનો કોઈ આરો
નથી; માટે સર્વ ઉદ્યમથી તારા આત્માને ભેદજ્ઞાનમાં જોડ...શૂરવીરતાથી પ્રજ્ઞાછીણીવડે તારા આત્માના
બંધભાવને છેદી નાંખ. પ્રજ્ઞાછીણી તે બંધને છેદવાનું અમોઘશસ્ત્ર છે. પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકતાં,
એટલે કે જગતની અનુકૂળતામાં અટક્યા વગર ને જગતની પ્રતિકૂળતાથી ડર્યા વગર જ્ઞાનને અંતરમાં સ્વ
તરફ વાળતાં બંધન બહાર રહી જાય છે એટલે આત્મા બંધનથી છૂટી જાય છે. આ રીતે બંધનને છેદીને મોક્ષ
પામવાનું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે.
(સમયસાર કલશ ૧૮૧ ના પ્રવચનમાંથી)
આ.રા.ધ.ના
“સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો,
સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા
આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.” (‘જ્ઞાનીના
માર્ગના આશયને ઉપદેશનારાં વાક્્યો’ માંથી)
– શ્રીમદ્ રાજચંદ્ર: વર્ષ ર૮ મું.
આત્મકલ્યાણનો નિશ્ચય
‘જ્ઞાનીના માર્ગના આશયને ઉપદેશનારાં વાક્્યો’ માં આત્મકલ્યાણની તીવ્ર પ્રેરણા
આપતાં શ્રીમદ્ રાજચંદ્રજી કેટલું સરસ લખે છે! –
“જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કાંઈ
મારે કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે.” (વર્ષ ર૮ મું)