PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARM Regd. No. B 5669
વૈરાગ્ય સમાચાર
જામનગરના રહેવાશી શ્રી મોતીલાલ ધરમશી મહેતા હાલ અમદાવાદ ઉ. વ. પ૩ હાર્ટફેલથી અવસાન
થયું છે. તેઓને ઘણા વરસોથી પૂ. ગુરુદેવ પ્રત્યે પ્રેમ હતો; તત્ત્વજિજ્ઞાસા મુમુક્ષુતા સહિત અમદાવાદ મુમુક્ષુ
મંડળમાં સારો ભાગ લેતા હતા. વ્યાખ્યાન વાણીનો કાયમ ભાગ લેતા હતા, અમદાવાદ મુમુક્ષુ મંડળને તેમની
ઘણી ખોટ સાલે છે. તેમનો સદ્ગત આત્મા સત્ સમાગમની ભાવનાના બળ વડે રુચિ વધારી આત્મકલ્યાણ
પામે એવી શુભેચ્છા સહિત તેમના સંતાનો તથા કુટુંબીજનો પ્રત્યે સમવેદના પ્રગટ કરીએ છીએ.
જૈન દર્શન શિક્ષણ વર્ગ
આ સાલ પ્રૌઢ ઉમરના જૈન ભાઈઓને માટે તા. ૧પ–૮–૬૧ થી તા. ૩–૯–૬૧ સુધી જૈનદર્શન શિક્ષણ
વર્ગ ચાલશે તેનો લાભ લેવા ઈચ્છનાર જિજ્ઞાસુઓને આત્માર્થિ સત્પુરુષ શ્રી કાનજીસ્વામીના દિ. જૈન ધર્મના
મૂળ સિદ્ધાંતોના રહસ્યમય પ્રવચનોનો પણ લાભ મળશે. આવનાર જિજ્ઞાસુઓને રહેવાની તથા જમવાની
વ્યવસ્થા સંસ્થા તરફથી થશે. આવવાની ભાવના હોય તેમણે અગાઉથી લખી જણાવવું.
લીંબડી–(સૌરાષ્ટ્ર)માં દિ. જૈન મંદિર પાસે સ્વાધ્યાય મંદિરના હોલનું ખાત મુહૂર્ત અષાડ સુદ ૧૧ ના થયું છે.
મોક્ષમાર્ગ પ્રકાશક સર્વ પ્રકારે સુંદર ગ્રંથ ચોથીવાર છપાઈને તૈયાર છે. મૂલ્ય રૂા. બે
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
ગ્રાહકોને સૂચના
“આત્મધર્મ” માસિકનું આપનું લવાજમ તા. ૮–૧૧–૬૧ ના રોજ પૂરૂં થશે તો આપને વિનંતિ છે કે
આપનું લવાજમ રૂા. ૪–૦૦ રૂપિયા ચાર પૂરા મનીઓર્ડરથી તે તારીખ પહેલાં મોકલવા યોગ્ય કરશો. તે
તારીખ સુધીમાં જો આપના લવાજમની રકમ નહિ જ આવે તો લવાજમની રકમ સાથે રૂા. ૪. ૬૨ નું વી. પી.
પી. કરવામાં આવશે જે સ્વીકારી લેવા વિનંતિ છે. મનીઓર્ડર ખર્ચ રૂા. ૦–૧પ નયા પૈસા આવે છે, જ્યારે
વી. પી ખર્ચ રૂા. ૦–૮૦ નયા પૈસા થાય છે એટલે મ. ઓ. થી જ આપનું લવાજમ મોકલી આપશો એવી
આશા છે.
આમ કરવાથી વી. પી. પી. ના ખોટા ખર્ચમાંથી બચી શકાશે અને અંક આપને વખતસર મળતો રહેશે.
આત્મધર્મ કાર્યાલય આપના સહકારની આશા સાથે,
સોનગઢ (સૌરાષ્ટ્ર) વ્યવસ્થાપક
તા. આત્મધર્મ
મનીઓર્ડર અગર પત્ર વ્યવહાર કરતી વખતે ગ્રાહક નંબર અવશ્ય લખશો.
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી,
મુદ્રક અને પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રેસ–ભાવનગર.