Atmadharma magazine - Ank 214
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 21

background image
વર્ષ અઢારમું : અંંક ૧૦ મો સંપાદક : ભાનુભાઈ મુળજીભાઈ લાખાણી શ્રાવણ માસ : ૨૪૮૭
સફળ જન્મ
આ સંસારમાં કોનો જન્મ સફળ છે?
દેહથી ભિન્ન ચિદાનંદ તત્ત્વને સમ્યક્ પ્રકારે જાણીને તેની જે ભાવના
કરે છે તેનો જન્મ સફળ છે. મુનિરાજ શ્રી પદ્મપ્રભસ્વામી નિયમસાર કલશ
૯૯ માં કહે છે કે:–
मुक्त्वा कायविकारं यः शुद्धात्मानं मुहुर्मुहुः ।
संभावयति तस्यैव सफलं जन्म संसृतौ ।।
કાયવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (એટલે કે
સમ્યક્ ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે. પહેલાં તો કાયાથી
ભિન્ન ચિદાનંદ સ્વરૂપનું ભાન કર્યું છે, તે ઉપરાંત કાયાથી ઉપેક્ષિત થઈને
વારંવાર અંતરમાં શુદ્ધાત્માની સન્મુખ થઈને તેની ભાવના ભાવે છે, તે
ધર્માત્માનો અવતાર સફળ છે. તેણે જન્મીને આત્મામાં મોક્ષનો ધ્વનિ
પ્રગટાવ્યો, આત્મામાં મોક્ષના રણકાર પ્રગટ કર્યાં...તેથી તેનો જન્મ સફળ છે.
અજ્ઞાનપણે તો અનંત અવતાર કર્યા તે બધા નિષ્ફળ ગયા, તેમાં આત્માનું
કાંઈ હિત ન થયું. આ અવતારમાં ચિદાનંદ સ્વરૂપ આત્માનું ભાન કરીને
આત્માનું હિત કર્યું તેથી ધર્મીનો અવતાર સફળ છે.
(પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)
[૨૧૪]