આશ્રયે આવેલી અશુદ્ધતા પુદ્ગલનો જ સ્વભાવ છે, જીવના સ્વભાવમાંથી તે અશુદ્ધતા નથી આવી.
ક્ષયોપશમ સમ્યક્ત્વમાંથી ક્ષાયિકસમ્યક્ત્વ થયું, ત્યાં તે ક્ષાયિકસમ્યક્ત્વરૂપ કાર્ય તે જીવનું પ્રાપ્ય કર્મ છે, તે
ક્ષયોપશમભાવનું પ્રાપ્ય કર્મ નથી. એ રીતે બધા ગુણોની પર્યાયોમાં સમજવું. પૂર્વની નિર્મળપર્યાય પણ બીજી
નિર્મળપર્યાયને પ્રાપ્ત કરતી નથી, તોપછી વિકાર કે નિમિત્ત તે નિર્મળપર્યાયને પ્રાપ્ત કરે એ વાત તો ક્યાં
રહી? શુદ્ધપર્યાયને અશુદ્ધતા સાથે કે પરદ્રવ્ય સાથે કર્તાકર્મપણું નથી, શુદ્ધપર્યાયને દ્રવ્યની સાથે જ કર્તાકર્મપણું
છે. દ્રવ્ય સાથે પર્યાયનું એકત્વ થતાં નિર્મળકાર્ય થયું છે. દ્રવ્ય જ પોતાની શક્તિથી નિર્મળ પર્યાયનું કર્તા થાય
છે. ત્યાં તેનાં નિર્મળ કાર્યમાં વિકારનો ને કર્મ વગેરેનો તો અભાવ જ છે. અજ્ઞાનભાવે તો જીવ જ વિકારનો
કર્તા છે, પરંતુ અહીં તો જ્ઞાનીની ઓળખાણની વાત છે; ભેદજ્ઞાનવડે જ્યાં અજ્ઞાનનો નાશ થયો ત્યાં અજ્ઞાન
જનિત કર્તાકર્મપણું પણ જ્ઞાનીને છૂટી ગયું. તે જ્ઞાનીને પરદ્રવ્ય સાથે કર્તાકર્મપણું જરા પણ નથી. સમ્યગ્દર્શન–
જ્ઞાનાદિ નિર્મળ પરિણામોના જ કર્તાપણે પ્રકાશતો થકો જ્ઞાની શોભે છે.
નથી તેથી તે પણ જ્ઞાનથી ભિન્ન જ છે. આ રીતે સ્પષ્ટ ભિન્નપણું હોવાથી જ્ઞાનને અને પરને જરાપણ
કર્તાકર્મપણું નથી. જ્યાં આવી ભેદજ્ઞાનજ્યોતિ જાગી ત્યાં અજ્ઞાનજનિત કર્તાકર્મપણાને તે ચારે તરફથી
અત્યંત નષ્ટ કરી નાખે છે. જ્યાં સુધી ભેદજ્ઞાન જ્યોતિ પ્રગટી નથી ત્યાં સુધી જ ભ્રમને લીધે જીવ–પુદ્ગલનું
કર્તાકર્મપણું ભાસે છે, ને જ્ઞાન તથા રાગ વચ્ચે પણ કર્તાકર્મપણું અજ્ઞાનીને ભ્રમથી જ ભાસે છે. જ્ઞાનભાવમાં
તે કર્તાકર્મ પ્રવૃત્તિનો અત્યંત અભાવ છે, જ્ઞાનસ્વભાવી ભગવાન પોતાના જ્ઞાનમય કાર્યથી શોભે છે. આનું
નામ ધર્મ છે ને આ મોક્ષનો માર્ગ છે.