વર્ષ અઢારમું : અંંક ૧૨ મો તંત્રી: જગજીવન બાઉચંદ દોશી (સાવરકુંડલા) આસો : ૨૪૮૭
સાધકનું વહાણ સિદ્ધપુરીમાં ચાલ્યું જાય છે.
સિદ્ધ ભગવાન જેવા ધ્રુવ સામર્થ્યવાળા પોતાના આત્માને
ઓળખીને તેની દ્રષ્ટિએ સાધકનું વહાણ મોક્ષપુરીમાં ચાલ્યું જાય છે. જેમ
દરિયામાં ધ્રુવ–તારાના લક્ષે વહાણ ચાલ્યા જાય છે, તેમ સંસારસમુદ્રમાં
ધ્રુવચૈતન્યના વિશ્વાસે સાધકના વહાણ તરી જાય છે. ધ્રુવચૈતન્ય
સ્વભાવને જ દ્રષ્ટિના ધ્યેયરૂપ રાખીને સાધક આત્માના વહાણ નિઃશંકપણે
સિદ્ધપુરીમાં ચાલ્યા જાય છે.
હે જીવ! સંયોગો અને ક્ષણિક ભાવો નાશ પામવાં છતાં તારો ધ્રુવ
ચિદાનંદ સ્વભાવ નાશ પામતો નથી કે તેમાંથી કાંઈ ઘટતું નથી. માટે તે
ધ્રુવ સ્વભાવનો આશ્રય કર...મોક્ષ માટે તેના ઉપર મીટ માંડ...તે
ધ્રુવસ્વભાવમાં મીટ માંડતાં તેમાંથી સદાકાળ જ્ઞાન–આનંદમય નિર્મળ
પર્યાયો જ નીકળ્યા કરશે...આ રીતે ધ્રુવ ચૈતન્ય સ્વભાવના ભરોસે જ
તારું વહાણ સંસાર સમુદ્રથી તરીને મોક્ષપુરીમાં પહોંચી જશે.
[૨૧૬]