Atmadharma magazine - Ank 216
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: : આત્મધર્મ : ૨૧૬
પરમાત્મા થયા, તે શું ચીજ છે? એને ઓળખવાની એકવાર જિજ્ઞાસા તો કર. સર્વજ્ઞ ભગવાનની
દિવ્યવાણીમાં જેની ઝબક ઉઠી...જેના ગાણાં દિવ્યધ્વનિએ અને સંતોએ ગાયા, એવું તારું આત્મસ્વરૂપ શું છે
તેને ઓળખતો, તારી અસમાધિ ટળે, ને તને સમ્યગ્દર્શનાદિ સમાધિ થાય. અચેતનને આત્મા માને તેને
સમાધિ ક્યાંથી થાય? પરને આત્મા માનીને તેમાં રાગ–દ્વેષ કરીકરીને જીવ ચોરાસી લાખ યોનિમાં પરિભ્રમણ
કરીને મહાદુઃખિત થઈ રહ્યો છે.
।। પ૬।।
અરે જીવ! શરીરાદિ અચેતનને આત્મા માનવાથી તો ઘોર સંસાર દુઃખ તેં ભોગવ્યા છે, માટે તે
શરીરાદિ બાહ્યપદાર્થોમાં આત્મબુદ્ધિ છોડ...શરીરને અચેતનપણે દેખ, ને તારા આત્માને તેનાથી જુદો
ચૈતન્યસ્વરૂપ દેખ, એમ હવે કહે છે–
पश्येत्निरंतरं देहमात्मनोऽनात्मचेतसा
अपरात्मधियाऽन्येषामात्मतत्त्वे व्यवस्थितः ।। ५७।।
હે જીવ! તું આત્મસ્વરૂપમાં સ્થિર થઈને આત્માને ચૈતન્યસ્વરૂપ દેખ...ને શરીરાદિને અચેતન–
અનાત્મા રૂપે નિરંતર દેખ...તથા એ જ પ્રમાણે બીજા જીવોમાં પણ તેમના દેહને અચેતન જાણ અને આત્માને
ચૈતન્ય સ્વરૂપ દેખ.
જુઓ, ધર્મી અંતરાત્મા નિરંતર આ પ્રમાણે જડચેતનને ભિન્ન ભિન્ન સ્વરૂપે જ દેખે છે.
ચૈતન્યસ્વરૂપ જ હું છું, ને દેહાદિક તો જડ છે–અચેતન છે. એમ નિરંતર ભિન્ન જ દેખે છે. કોઈ ક્ષણે પણ
દેહાદિની ક્રિયાને પોતાની દેખતા નથી.
જુઓ, શરીરને અચેતન જોવાનું કહ્યું,–પણ કઈ રીતે? દેહની સામે જોઈને ‘આ અચેતન છે’–એમ
એકલા પર સન્મુખની વાત નથી, પણ આત્મામાં સ્થિત થઈને દેહને અચેતન દેખ–એમ કહ્યું છે, એટલે
આત્મા તરફ વળીને દેહને ભિન્ન દેખવાનું કહ્યું છે. જ્યાં અંતર્મુખ થઈને ચૈતન્યસ્વરૂપપણે જ પોતાને
પ્રતીતમાં–અનુભવમાં લીધો ત્યાં દેહાદિને પોતાના અનુભવથી જુદા જાણ્યા...રાગને પણ અનુભવથી જુદો
જાણ્યો આ રીતે જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા તરફ વળીને તેને જ તારા નિજરૂપે દેખ, ને તેનાથી બાહ્ય સમસ્ત
પદાર્થોને અનાત્મા તરીકે દેખ. ધર્મીને પર તરફ લક્ષ જાય ત્યારે તે પરને પર તરીકે જ જાણે છે, તેમાં ક્યાંય
આત્મબુદ્ધિ થતી નથી; નિરંતર ભેદજ્ઞાન વર્તી રહ્યું છે, આત્મજ્ઞાનની ધારા અચ્છિન્નપણે ચાલી જ રહી છે.
માટે આચાર્ય દેવ કહે છે કે હે જીવ! ચૈતન્ય તરફ વળીને તું તારા આત્માને નિરંતર ચેતનાસ્વરૂપે જ દેખ, ને
દેહાદિને અનાત્મા તરીકે તારાથી જુદા જ દેખ. અંતરાત્મા તો આમ દેખે જ છે, પણ બહિરાત્માને સમજાવે છે
કે તું પણ આમ દેખ,–તો તારું અનાદિનું બહિરાત્મપણું ટળે ને અંતરાત્મપણું થાય...એટલે દુઃખ ટળીને સમાધિ
થાય. જેને ભેદજ્ઞાન થઈ ગયું છે એવા ધર્માત્માને તો હરક્ષણે–સૂતાં કે જાગતાં, ખાતાં કે પીતાં, ચાલતાં કે
બોલતાં–નિરંતર પોતાનો આત્મા દિહાદિથી અત્યંત ભિન્ન જ ભાસે છે, દેહાદિકને સદા જડરૂપે જ તે દેખે
છે...રાગ–દ્વેષના પરિણામ થાય છે તેને પણ અનાત્મા તરીકે દેખે છે ને તેનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપે જ
પોતાને નિરંતર દેખે છે...આત્મા–અનાત્માનું જે ભેદજ્ઞાન થયું તે ભેદજ્ઞાનની ભાવના ને જાગૃતિ જ્ઞાનીને
નિરંતર વર્ત્યા જ કરે છે.
[વીર સં. ૨૪૮૨ અષાડ સુદ ૧૨ ગુરુવાર]
મારો આત્મા તો જ્ઞાન–આનંદથી ભરેલો અરૂપી પદાર્થ છે, આ શરીર તે હું નથી. જેમ મકાનમાં રહેલો
માણસ તે મકાનથી જુદો છે, મકાન તે માણસ નથી; તથા વસ્ત્ર પહેરનારો વસ્ત્રથી જુદો છે, તેમ આ દેહરૂપી
મકાનમાં રહેલો આત્મા દેહથી જુદો છે, દેહ તે આત્મા નથી. મકાન પડી જાય ને માણસ જીવતો