ATMADHARMA Regd. B. No. 5669
---------------------------------------------------------------------------------------
માહ વદ ૧૪ના મંગલ પ્રવચન પછી નીચેનું સુમધુર
આનંદકારી ગીત પૂ. બેનશ્રીબેને ગવડાવ્યું હતું–
આ.....જ સોનેરી મહા મંગળ દિન ઊગ્યો રે,
આવો રે સૌ ભક્તજનો મંગળ ગીત ગાઈએ રે.....
ગુરુરાજ મુખેથી અમૃત રાજ વર્ષ્યા રે........આવો રે સૌ.
અમ સેવકના પ્રભુ હૃદય તલસતા,
ક્્યારે છૂટે ગુરુવાણી ભવ હરનારી રે........આજ સોનેરી ૦ સૌ.
મધુરા સૂર ગુરુવાણીના વાગે,
જ્ઞાન ગંગાના પાને પાવન થઈએ રે........આવો રે સૌ ૦
ગુરુરાજ વાણીમાં ચૈતન્ય ઝળકે રે,
અંતરથી સુણતાં ભવની ભાવટ ભાંગે રે........આવો રે સૌ.
દિવ્યતા ભરી ગુરુરાજની મુદ્રા,
ગુરુરાજ દર્શને અમ આતમ જાગે રે........આવો રે સૌ ૦
ભારત ખંડમાં ગુરુ અજોડ સંત પાકયા,
વાણી કેરી બંસરીથી હિંદ આખું ડોલ્યું રે........ આજ સોનેરી૦.
શ્રુત સમુદ્ર આજે ગુરુદેવે ખોલ્યા,
સ્વતંત્ર સ્વરૂપના સૂક્ષ્મ ન્યાયો સમજાવ્યા રે........આવો રે સૌ૦
જ્ઞાયક દેવના મીઠા મંત્ર સુણાવી,
જડ ચૈતન્યના ભેદ બતાવ્યા રે........આવો રે સૌ૦
ગુરુરાજ દેવ તારી સુર કરે સેવા,
શી શી કરું તારા ગણ કેરી મહિમા રે........આજ સોનેરી૦.
ગુરુદેવના સૂક્ષ્મ ભાવો નિત પ્રતિ વરસો,
હૈડામાં વસજો....મારા અંતરમાં ઊતરજો રે........આવો રે સૌ૦
નભ મંડળમાંથી પુષ્પોની વર્ષા,
ગુરુવાણીથી આજે આનંદ મંગળ વર્તે રે.....
આજે ઘર ઘર મહાઆનંદ મંગળ ગાજે રે........આવો રે સૌ૦
વાણી સુણી મારું અંતર ઊછળે,
નિશ દિન હોજો તુજ ચરણની સેવા રે........આવો રે સૌ૦
જૈન વિદ્યાર્થી ગૃહ: સોનગઢમાં દસેક વર્ષથી ચાલે છે. તેમાં દસ વર્ષથી વધુ ઉંમરના, ગુજરાતી પાંચમા
ધોરણથી મેટ્રીક સુધીના વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ તેમજ પૂ.
ગુરુદેવના પ્રવચનોનો પણ લાભ મળે છે. કોઈપણ ફિરકાના જૈન વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવે છે.
માસીક ફી પૂરી રૂા. ૩૦/– તથા ઓછી ફી રૂા. ૨૦/– લેવામાં આવે છે. પ્રવેશ ફોર્મ નીચેના સરનામેથી
મંગાવીને તા. ૧પમી મે સુધીમાં ભરીને મોકલી દેવા:
મંત્રી, શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર.