એવા તે આત્માને જરાપણ કર્મબંધન થતું નથી ને કર્મથી છૂટકારો થાય છે. આ રીતે સર્વકર્મના સંવરનું મૂળ
ભેદજ્ઞાન જ છે. પહેલાં તો જ્ઞાન અને શુભાશુભભાવો વચ્ચેનું અત્યંત ભેદજ્ઞાન કરવું જોઈએ.
શુભાશુભરાગના એક અંશને પણ જ્ઞાન સાથે ન ભેળવવો, જ્ઞાનને સમસ્ત રાગથી અત્યંત જુદું અનુભવવું,–
આવા ભેદજ્ઞાન વગર શુભાશુભઆસ્રવો કદી અટકે નહીં.
અને ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ છે તે તો જ્ઞાન–આનંદમય ભાવોની ઉત્પત્તિનું મૂળ છે, તેના અવલંબનને
શુદ્ધજ્ઞાનમયભાવોની જ ઉત્પત્તિ થાય છે. જેમ આંબા અને આકોલિયા બંનેના મૂળિયા જ જુદા છે, તેમ
અમૃતરૂપ જ્ઞાન અને આકૂળતારૂપ આસ્રવો એ બંનેના મૂળિયા જ જુદા છે.–એમ મૂળમાંથી બંનેનું અત્યંત
ભેદજ્ઞાન કરીને, જ્યારે આત્મા આત્માના જ અવલંબનમાં સ્થિર થાય છે ત્યારે સહજ એક જ્ઞાનને જ
અનુભવતો થકો તે આત્મા રાગાદિ પરભાવોથી અત્યંત દૂર વર્તે છે–અત્યંત જુદો વર્તે છે, એટલે રાગાદિના
અભાવમાં તેને શુભાશુભઆસ્રવનો નિરોધ થાય છે, ને તે આત્મા સર્વ કર્મથી મુક્ત થાય છે. આ રીતે
ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માનું અવલંબન કરવું તે જ સંવરની રીત છે. સમ્યગ્દર્શન થયું ત્યારથી આવા સંવરની ધારા
શરૂ થઈ ગઈ.
તોડીને અત્યંત જુદા કરી નાખે. સાધકની જ્ઞાનધારા કેવી હોય તે અલૌકિક રીતે આચાર્યદેવે ઓળખાવ્યું
છે.
જ્ઞાનમયભાવને જ પોતાનો અનુભવતો થકો ધર્મીજીવ રાગાદિપરભાવોને જરાપણ પોતાના અનુભવતો નથી,
તેનાથી ભિન્ન જ્ઞાનધારાપણે જ તે પરિણમે છે. તે જ્ઞાનધારામાં કર્મનો પ્રવેશ નથી. આ રીતે જ્ઞાનધારાવડે જ
સંવર થાય છે. જ્યાં સુધી પોતાના અનુભવમાંથી રાગાદિ આસ્રવોને જુદા ન પાડે ત્યાં સુધી આસ્રવો અટકે
નહિ ને સંવર થાય નહિ.
જ્ઞાનીનો જે ભાવ ચિદાનંદસ્વભાવ તરફ વળ્યો તે ભાવ જ્ઞાનમય છે, તેમાં રાગ–દ્વેષ–મોહ નથી. સ્વભાવ
તરફના પરિણમનની ધારામાં વિભાવ કેમ હોય? રાગથી છુટો પડ્યો ત્યારે તો ઉપયોગ અંતરમાં વળ્યો.
અંતરમાં વળીને ઉપયોગે રાગ સાથેની એકતા તોડી તે તોડી, હવે ફરીને (બહારમાં ઉપયોગ જાય ત્યારે પણ)
કદી તે એકતા થવાની નથી. જેમ વીજળી પડે ને પર્વતના કટકા થાય–તે ફરીને સંધાય નહિ તેમ ભેદજ્ઞાનરૂપી
વીજળીના ઝબકારાવડે જ્ઞાનીને જ્ઞાન અને રાગની એકતા તૂટી તે ફરીને સંધાવાની નથી. અહા, અંતરમાં
ભેદજ્ઞાનવડે જ્યાં પરમાત્માનો ભેટો થયો ત્યાં હવે પામર જેવા પરભાવો સાથે સંબંધ કોણ રાખે? રાગથી
જુદી જ્ઞાનધારા ઉલ્લસી તે ઉલ્લસી, હવે પરમાત્મપદને ભેટયે છુટકો.
વીરતાથી કબુલાત આપવી જોઈએ. જ્ઞાની ઉગ્રધારાવડે જે મોહનો નાશ કરવા ઊભો થયો તેના પગ ઢીલા
હોય નહીં, તેને પુરુષાર્થમાં સંદેહ પડે નહિ, એ વીરહાકથી મોક્ષને સાધવા નીકળ્યો, તેની આરાધના વચ્ચે તૂટે
નહિ. એકવાર પરિણતિ અંતરમાં વાળીને ચૈતન્યમાં ભળી ને