Atmadharma magazine - Ank 224
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
જેઠ : ૨૪૮૮ : ૧૭ :
ઉત્તમ નિષેધ પર્વત પરનાં મધ્યમાં આશ્રય પામેલો સૂર્ય શોભાયમાન હોય છે. તે અહમિન્દ્ર પોતાના
પુણ્યરૂપી જળદ્વારા સિંચાયેલા જ ન હતાં પરંતુ શારીરિક ગુણોની માફક અનેક શોભાઓ દ્વારા શોભિત
પણ થયાં હતાં ××× અણિમા, મહિમા આદિ ગુણોથી પ્રશંસનીય વૈક્રિયિક શરીરને ધારણ કરવાવાળા
તે અહમિન્દ્ર જિનેન્દ્રદેવની અકૃત્રિમ પ્રતિમાઓની પૂજા કરતા થકાં પોતાના ક્ષેત્રમાં વિહાર કરતાં હતાં.
તેમજ ઈચ્છા માત્રથી મળેલાં મનોહર ગંધ, અક્ષત વગેરે દ્વારા પુણ્યનો બંધ કરવાવાળી શ્રી
જિનેન્દ્રદેવની પૂજા વિધિપૂર્વક કરતાં હતાં. તે અહમિન્દ્ર પુણ્યાત્મા જીવોમાં બધાથી શ્રેષ્ઠ હતાં એથી એ
સર્વાર્થસિદ્ધિ વિમાનમાં રહીને સમસ્ત લોકમાં વર્તતી જિનપ્રતિમાઓની પૂજા કરતા હતાં. એ પુણ્યાત્મા
અહમિન્દ્રે પોતાના વચનોની પ્રવૃત્તિ જિનપ્રતિમાઓનું સ્તવન કરવામાં લગાવી હતી. પોતાનું મન
એનાં ગુણનું ચિંતવન કરવામાં પરોવ્યું હતું, અને પોતાનું શરીર એમને નમસ્કાર કરવામાં લગાડયું
હતું. ધર્મચર્ચામાં વગર બોલાવે આવવાવાળાં પોતાના સમાન ઋદ્ધિઓને ધારણ કરવાવાળા અને શુભ
ભાવનાઓથી યુક્ત બીજાં અહમિન્દ્રો સાથે વાર્તાલાપ કરવામાં એમને ઘણો પ્રેમ હતો. અતિશય
શોભાના ધારક તે અહમિન્દ્ર ક્્યારેક તો પોતાના મંદહાસ્યના કિરણરૂપી જળના પૂરથી દિશારૂપી
દિવાલોને ધોતા થકાં અહમિન્દ્રોની સાથે તત્ત્વચર્ચા કરતા હતા.
વળી અહમિન્દ્રો પરક્ષેત્રમાં વિહાર કરતા નથી કારણ કે શુક્લલેશ્યાના પ્રભાવથી પોતાના
ભોગોદ્વારા સંતોષને પ્રાપ્ત થવાંવાળા અહમિન્દ્રોને પોતાના નિરૂપદ્રવ સુખમય સ્થાનમાં જે ઉત્તમ પ્રેમ
હોય છે તે એમને બીજે કાંઈ પ્રાપ્ત થતો નથી.
હું જ ઈન્દ્ર છું, મારા સિવાય બીજો કોઈ ઈન્દ્રો નથી. આથી તે ઉત્તમદેવ અહમિન્દ્ર નામથી પ્રસિદ્ધિ
પામે છે. ૩૩, સાગરની આયુવાળા, એક હાથ ઊંચા અને હંસ સમાન શ્વેત શરીરને ધારણ કરવાવાળા
અહમિન્દ્ર ૬૩ હજાર વર્ષ વીતી ગયા પછી માનસિક દિવ્ય આહાર ગ્રહણ કરતા થકાં ધીરજ ધારણ કરતા
હતાં. અત્યાર સુધી જેટલું વર્ણન કર્યું છે. તેનાથી પણ અધિક સુંદર અને અતિશય ચમકવાળું એમનું
શરીર એવું શોભાયમાન હતું કે માનો એક જગ્યાએ એકઠો કરેલો સૌંદર્યનો સાર જ હોય.
વજ્રનાભિના વિજય, વૈજજયન્ત, અપરાજિત, બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ નામના આઠે
ભાઈ તથા વિશાળ બુદ્ધિધારક ધનદેવ એ નવે જીવ પણ પોતાના પુણ્યના પ્રભાવથી એ જ
સર્વાર્થસિદ્ધિમાં વજ્રનાભિ સમાન અહમિન્દ્ર થયા.
આ પ્રકારે એ સર્વાર્થસિદ્ધિમાં તે અહમિન્દ્ર મોક્ષ સમાન સુખનો અનુભવ કરતા થકાં પ્રવીચાર
વિના (મૈથુન વિના) લાંબા સમય સુધી સુખી રહેતા હતા. એ અહમિન્દ્રોને શુભકર્મના ઉદયથી જે
સુખાભાસરૂપ નિર્બાંધ સુખ પ્રાપ્ત થાય છે તે પ્રવીચાર સહિત સુખથી અનંત ગણું હોય છે.
જો કે સંસારમાં મોહીજન સ્ત્રી સમાગમથી જ જીવોને સુખની પ્રાપ્તિ માને છે. ત્યારે એ
અહમિન્દ્રોને સ્ત્રી સમાગમ ન હોવાથી સુખ કેવી રીતે થઈ શકે? જો કોઈ આ પ્રમાણે પ્રશ્ન કરે તો તેનું
સમાધાન આ પ્રમાણે કરવામાં આવે છે કે આ સંસારમાં જિનેન્દ્રદેવે આકુલતારહિત પરિણમને જ સુખ
કહ્યું છે. એટલા માટે તે સુખ એ સરાગી જીવોને કેવી રીતે થાય કે જેના ચિત્ત અનેક પ્રકારની
આકુળતાઓથી વ્યાકુલ થઈ રહ્યા છે.