જેઠ : ૨૪૮૮ : ૨૩ :
નવનીતભાઈ સી. ઝવેરી (મુંબઈ), ૧૦૦૧) શ્રી ડાહ્યાભાઈ સોમચંદ
(દહેગામ) ૧૦૦૧) શ્રી બાબા ભાઈ હેમચંદ (દહેગામ, પ૦૧)
અમદાવાદ મુમુક્ષુ મંડળ પ૦૧), શ્રી શાન્તાબહેન તથા ચંપાબહેન
જીવણલાલ દહેગામ ૩૦૧), ભીખાલાલ અંબાલાલ દહેગામ, ૨પ૧)
નાથાલાલ એન્ડ કાું મુંબઈ, શ્રી બાબુલાલ ચુનીલાલ ફત્તેપુર, શ્રી
માણેકલાલ રામચંદ ફત્તેપુર, શ્રી છોટાલાલ કેશવલાલ તલોદ, શ્રી
કોદરલાલ તલોદ, શ્રી ચીમનલાલ સાણોદા, શ્રી તારાચંદ કાન્તિલાલ
તલોદ, શ્રી મંગળદાસ જીવરાજ તલોદ, વકીલ કોદરદાસ કાળીદાસ
દહેગામ, દરેકના રૂા. ૨પ૧) શ્રી મણીલાલ ઈશ્વર દહેગામ શ્રી
કાળીદાસ વી. તલોદ, શ્રી ફતેચંદ મોતીચંદ દહેગામ એ દરેકના રૂા.
૨૦૧), મુંબઈ મુમુક્ષુ મંડળ, શ્રી જીવરાજ જે. ચૌધરી વાસણા, શ્રી
મધુકાન્તા બાબુભાઈ દહેગામ, શ્રી શુકનરાજ અમદાવાદ દરેકના રૂા.
૧પ૧), રૂા. ૧૦૧)વાળા ૪૮ નામ છે, આ ઉપરાંત અનેક
ભાઈઓએ પોતાનો ફાળો નોંધાવ્યો છે. આ માટે સૌને ધન્યવાદ.
સ્થળ સંકોચથી સૌનાં નામો અપાયા નથી.
બ્ર. ગુલાબચંદ જૈન.
જૈન દર્શન શિક્ષણવર્ગ
આ સાલ પ્રૌઢ ઉમરના જૈન ભાઈઓને માટે તા. પ–૮–૬૨
રવિવાર થી તા. ૨૪–૮–૬૨ શુક્રવાર સુધી જૈન દર્શન શિક્ષણ વર્ગ
ચાલશે. તેનો લાભ લેવા ઈચ્છનાર જિજ્ઞાસુઓને સત્પુરુષ શ્રી
કાનજીસ્વામી દ્વારા દિ. જૈનધર્મના મૂળ સિદ્ધાંતોનાં રહસ્યમય
પ્રવચનોનો પણ લાભ મળશે. આવનાર જિજ્ઞાસુઓને રહેવા–
જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી થશે. આવવાની ભાવના હોય
તેમણે અગાઉથી લખી જણાવવું.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
“ દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઈચ્છે છે, અને દુઃખની
નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે એવા રાગ, દ્વેષ અને
અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે
રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે
ભૂતકાળમાં થઈ શકતી નથી, વર્તમાનકાળમાં થતી નથી.
ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી એમ સર્વ જ્ઞાની પુરુષોને
ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન માટે જીવને પ્રયોજનરૂપ છે. તેનો
સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ કથિત વચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું
વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય–
સર્વથા દુઃખથી મુક્તપણું જેને પામવું હોય–તેને એજ માર્ગ
આરાધ્યા સિવાય અન્ય કોઈ ઉપાય નથી, માટે જીવે સર્વ
પ્રકારના મત મતાંતરનો, કુળ ધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો
ઉદાસભાવ ભજી, એક આત્મવિચાર–કર્તવ્યરૂપ ભજવો યોગ્ય છે.
–શ્રીમદ્ રાજચંદ્ર