Atmadharma magazine - Ank 225
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 29

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ ૧૯ અંક ૯) તંત્રી જગજીવન બાઉચંદ દોશી (અષાઢ: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
હિત અહિતનું અજ્ઞાન
અજ્ઞાનથી શું શું થતું નથી! હરણો ઝાંઝવાને
જળ જાણી પીવા દોડે છે અને ખેદ ખિન્ન થાય છે,
અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને ભયથી ભાગે
છે. તેમ આ આત્મા સત્ય–અસત્યનો નિર્ધાર કરતો
નથી ત્યાં સુધી પરમાં અને શુભાશુભમાં
(પુણ્યપાપમાં) ઈષ્ટ અનિષ્ટ પણું માન્યા કરે છે;
અનુકૂળતાની આશા અને પ્રતિકૂળતાનો ડર રાખતો
અજ્ઞાનીજીવ પવનથી ડામાડોળ સમુદ્રથી જેમ અનેક
વિકલ્પ કરતો થકો ક્ષુબ્ધ થાય છે.
આત્માનો મૂળ સ્વભાવ શુદ્ધ વિજ્ઞાનઘન જ્ઞાતા
જ છે, તે રાગાદિનો ઉત્પાદક નથી, તો પણ હિત
અહિતના અજ્ઞાનથી રાગાદિનો કર્તા થાય છે આમ
સંયોગ અને રાગની રુચિવાળો તે જીવ જ્ઞાતામાત્ર
સ્વભાવની અરુચિ વડે દુઃખી જ થાય છે.
પૂ. ગુરુદેવ
(સમયસાર કળશ પ૮ ઉપરના પ્રવચન ઉપરથી)
(૨૨પ)