Atmadharma magazine - Ank 226
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 27

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ ૧૯ અંક ૧૦) તંત્રી જગજીવન બાઉચંદ દોશી (શ્રાવણ: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પોતાની તૈયારી વિના સ્વાધીનતા
(મુક્તિ સુખ) કેમ પમાય?
ભાઈઓ! ભગવાનની ભવચ્છેદક વાણી પોતાની તૈયારી વિના
નિમિત્ત કેમ કહેવાય! અનંત ભવના દુઃખ ટાળે એવી સમજણના ઉત્તમ ટાણાં
આ મનુષ્ય ભવમાં મળ્‌યાં છે ફરી ફરી આવો અવસર મળતો નથી. તો પછી
પરનું કર્તૃત્વ મમત્વ છોડી જ્ઞાયકસ્વભાવનાં શ્રદ્ધાન–જ્ઞાન–આચરણનો પ્રયત્ન
કર કે જેથી દેહરહિત દશાની (નિજપરમાત્મપદની) પ્રાપ્તિ થઈ જાય.
રાગદ્વેષ અજ્ઞાન રહિત પોતાનું ત્રિકાળી નિર્દોષ સત્સ્વરૂપ છે તેને જ
સ્વાનુભવથી સમજવું છે. તેમાં જ ઠરવું છે, તે સિવાય બીજું કાંઈ જોઈતું નથી
એવો નિર્ણય સત્સ્વરૂપના લક્ષે કરી, પૂર્વની માન્યતાની પક્કડ સાચી
સમજણ વડે છોડી નિર્દોષ સ્વરૂપ સત્સમાગમથી તારે ગ્રહણ કરવું જોઈએ.
તારી તૈયારી વિના, અંદરની અપૂર્વ ધગશ વિના શું થાય?
(સમયસાર પ્રવચન ભા–૧માંથી)
કોણ કોની સમતા કરે, સેવે પૂજે કોણ.
કોની સ્પર્શાસ્પર્શતા, ઠગે કોઈ ને કોણ
કોણ કોની મૈત્રી કરે કોની સાથે કલેશ,
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. (યોગેન્દુદેવ)
(૨૨૬)