આત્મધર્મ : ૨૨૭ : ૧૭ :
૩. ઉપચારમાત્ર કહો કે વ્યવહારમાત્ર કહો–બન્ને એક જ છે.
૪. વ્યવહારનય સ્વદ્રવ્ય–પરદ્રવ્યના કારણ–કાર્યને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. માટે એવા
જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, જેથી તેનો ત્યાગ કરવો.
પ. વળી નિશ્ચયનય તેને જ (વસ્તુસ્વરૂપને) યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો
નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું.
આ ગાથા અને તેની ટીકા શાન્તભાવે ધ્યાનમાં લેવામાં આવે તો નિમિત્તકર્તાપણું માત્ર ઉપચાર જ છે
એમ અનંતજ્ઞાનીઓ કહે છે એવું નક્કી થાય છે. સ૦ સાર ગા૦ ૧૦૬ માં એ ઉપચાર કઈ રીતે છે તે
દ્રષ્ટાંતદ્વારા કહે છે:–
जोधेहिं कदे जुद्धे रायेण कदंति जंपदे लोगो।
ववहारेण तह कदं णाणावरणादि जीवेण।। १०६।।
યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપ કર્યું લોકો કહે,
એમ જ કર્યાં વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬
અર્થ:– યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં ‘રાજાએ યુદ્ધ કર્યું,’ એમ લોક (વ્યવહારથી) કહે છે તેવી
રીતે ‘જ્ઞાનાવરણાદિ’ કર્મ જીવે કર્યુ’ એમ વ્યવહારથી કહેવાય છે.
ટીકા–જેમ યુદ્ધ પરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતા, યુદ્ધ પરિણામે
પોતે નહિ પરિણમતા એવા રાજાને ‘રાજાએ યુદ્ધ કર્યું’ એવો જે ઉપચાર કરવામાં આવે છે તે પરમાર્થ નથી,
તેમ જ્ઞાનાવરણાદિ–કર્મ પરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં,
જ્ઞાનાવરણાદિ કર્મ પરિણમે પોતે નહિ, પરિણમતા એવા આત્માને ‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું, એવો
જે ઉપચાર કરવામાં આવે છે તે પરમાર્થ નથી.
આ ગાથામાં ભગવાન કુન્દકુન્દાચાર્યદેવે ‘ઉપચાર’ ને ‘વ્યવહાર’ કહ્યો છે, અને ભગવાન
અમૃતચંદ્રાચાર્યે ‘તે ઉપચાર છે અને પરમાર્થ નથી એમ દ્રષ્ટાંત અને સિદ્ધાંત બન્નેમાં કહ્યું છે. ત્યાર પછી
ગાથા ૧૦૭માં ઉપરનાં કારણોથી શુંં નક્કી થયું તે નીચેના શબ્દોમાં કહે છે.
उप्पादेदि करेदि य बंधदि परिणाम एदि गिण्हदिय।
आदा पुग्गल दव्वं ववहारणयस्स वत्तव्वं।। १०७।।
અર્થ:– આત્મા પુદ્ગલ દ્રવ્યને ઉપજાવે૧ છે, કરે૨ છે, બાંધે૩ છે, પરિણમાવે૪ છે અને ગ્રહણપ કરે છે–એ
વ્યવહારનયનું કથન છે.
ટીકા–આ આત્મા ખરેખર, વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય–એવા
પુદ્ગલ દ્રવ્યાત્મક (પુદ્ગલ દ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી,
બાંધતો નથી, અને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય–એવા
પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અથવા બાંધે છે” એવા જે વિકલ્પ
તે ખરેખર ઉપચાર છે.
ભાવાર્થ:– વ્યાપ્ય વ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલ દ્રવ્યને ગ્રહે
છે, પરિણમાવે છે, ઉપજાવે છે ઈત્યાદિ કહેવું તે ઉપચાર છે.
આ ગાથામાં પણ નિમિત્તકર્તાપણું વ્યવહારકર્ત્તાપણું છે એમ કહ્યું છે, અને તે ‘ખરેખર ઉપચાર છે’
એમ શ્રી અમૃતચં઼દ્રાચાર્યે કહ્યું છે.
આ વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે આ ઉપચાર કઈ રીતે છે તે દ્રષ્ટાંત આપીને ગાથા ૧૦૮ કહી છે
જે નીચે મુજબ છે:–
यथा राजा व्यवहारात् दोषगुणोत्पादक इत्यालपितः।
तथा जीवो व्यवहाराद् द्रव्यगुणोत्पादको भणितः।। १०८।।
અર્થ:– જેમ રાજાને પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે, તેમ જીવને પુદ્ગલ
દ્રવ્યના દ્રવ્ય–ગુણનો (પર્યાયનો) ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે. ૧૦૮