–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ ૧૯ અંક ૧૧) તંત્રી જગજીવન બાઉચંદ દોશી (ભાદરવા: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
અપૂર્વતાની વાત સાંભળતા જ આનંદ
હે ભવ્ય! તેં તારી મહાનતા સાંભળી નથી. તું અશરીરી,
અરાગી, અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ છો, તેનાથી વિરુદ્ધ એવા પુણ્ય–પાપ
રાગાદિ અને તેમાં કર્તૃત્વ મમત્વને છોડી નિર્ણય કર કે મારો
ધુ્રવજ્ઞાયક સ્વભાવ એકલો પૂર્ણ આનંદસ્વરૂપ છે, દેહાદિ રાગાદિરૂપે
હું નથી માટે તેના આશ્રયે મારૂં હિત નથી. અહો!! મારો આત્મા જ
ઉત્તમ, મંગળ અને શરણરૂપ છે, તેમાં સ્વાશ્રયની દ્રષ્ટિ લગાડયા
વિના બીજા કોઈ પ્રકારે કલ્યાણ થતું નથી.
અંદર ધુ્રવધામમાં નિજ મહિમાને અવલોકે તો જ અસત્યનો
આગ્રહ છૂટી, નિત્ય શરણરૂપ એવા નિજપરમાત્મામાં આશ્રય અને
વિશ્રામ મળે.
જેનાથી કલ્યાણ થાય એવા ભૂતાર્થ સ્વરૂપનો પક્ષ કદી કર્યો
નથી અને જેના આશ્રયે કદી કલ્યાણ નથી એવા રાગાદિ
વ્યવહારનો પક્ષ કદી છોડયો નથી. માટે હે ભવ્ય! તારે તારૂં હિત
કરવું હોય તો વ્યવહાર –નિમિત્તનો પક્ષ એટલે કે તેના આશ્રયે લાભ
માનવાનો પક્ષ છોડી. એકાન્ત હિતનું કારણ એવા આ ચૈતન્યમાં
એકાગ્ર દ્રષ્ટિ કર, તેનો જ આશ્રય કર, ચૈતન્ય સ્વભાવ નિત્ય નજીક
અને પ્રત્યક્ષ હોવાથી તેનું અવલંબન લેવું સુગમ છે માટે તેનો
આશ્રય કરવાથી જ તારૂં કલ્યાણ થશે આ વાત અપૂર્વ રુચિથી
સાંભળતા જ ભવ્ય જીવને આનંદ ઊછળી જાય છે.
(૨૨૭)