: ૧૪ : આત્મધર્મ : ૨૨૮
એટલે પરમાર્થે ભલું છે–આત્માને હિતકર છે એમ જ્ઞાની માનતા નથી.
(૧) ઉપવાસ અતીન્દ્રિય જ્ઞાનમય આત્મામાં વસવું તે ઉપવાસ છે. પણ અજ્ઞાનીને નિશ્ચય–વ્યવહાર
હોતા જ નથી.
(૨) અવમૌદર્ય તપમાં ચાર રોટલી ખાય તો પાપ અને બે રોટલી ખાય તો ધર્મ થયો એમ નથી.
આત્મા તો જ્ઞાન છે, રોટલીને લઈ શકતો નથી, છોડી શકતો નથી, માત્ર એવો રાગ કરી શકે છે, રાગને ધર્મ
માની મિથ્યાત્વરૂપી મોટું પાપ કરી રહ્યો છે તેની તેને ખબર નથી. અજ્ઞાન તે બચાવ નથી.
પ્રશ્ન:– વ્યવહારથી તો પરનું કાર્ય આત્માથી થાય છે ને?
ઉત્તર:– જ્ઞાની કે અજ્ઞાની વ્યવહારથી પણ પરનું કાર્ય કરી શકતો નથી. શરીરની ક્રિયા કરી શકતો
નથી, માત્ર અભિમાન કરે છે. જ્ઞાનીને નિત્ય જ્ઞાયક છું એમ ભાનમાં જેટલા અંશે સ્વરૂપમાં એકાગ્રતા છે તે
નિશ્ચય અવમૌદર્ય તપ છે અને તે જ જીવને તે કાળે શુભ રાગ પણ છે તે વ્યવહાર તપ છે. તેની અજ્ઞાનીને
ખબર નથી.
(૩) વૃત્તિ પરિસંખ્યાન–૧–અકષાય જ્ઞાતાસ્વરૂપમાં વિશેષ આલંબનદ્વારા અંશે શુદ્ધિની વૃદ્ધિ થવી તે
નિશ્ચય તપ અને–૨–ભિક્ષા માટે જતી વખતે અમુક પ્રકારે આવી વિધિ મળે તો જ આહાર લેવો એવી
પ્રતિજ્ઞાઓ તેમાં હોય છે તે શુભરાગ પણ હેય છે એમ જાણી તેને ઉપચારતપ કહેવો તે વ્યવહારવૃત્તિ
પરિસંખ્યાન.
(૪) રસ પરિત્યાગ–છ રસોમાંથી છ અથવા અમુક રસવાળો ખોરાક ન લેવો એવો રાગ
જ્ઞાનીને પણ આવે છતાં તે આત્માનું ચારિત્ર અર્થાત્ ધર્મ છે એમ જ્ઞાની માનતા નથી, અજ્ઞાની તેમાં
ધર્મ માને છે.
(પ) કાયકલેશ–દ્રઢ આસનથી કાયાને સ્થિર રાખવાનો ભાવ તે શુભ રાગ છે, અજ્ઞાનીને શરીર
પ્રત્યે રાગની મંદતા થાય પણ તે શુભભાવ છે, ધર્મ નથી.
(૬) વિવિક્ત શય્યાસન–એકાન્ત વાસમાં રહેવું, સ્ત્રી, નપુંસક પશુ જ્યાં હોય ત્યાં ન રહેવું એવો
શુભ ભાવ તે પુણ્ય છે, ધર્મ નથી.
અહીં અજ્ઞાનીના બાર પ્રકારે તપરૂપ શુભરાગની વાત ચાલે છે. મુનિલિંગ ધારીને બાર પ્રકારની
રાગની વાસનામાં તે નિરન્તર સાવધાન રહે છે. આત્મહિતમાં જરાય સાવધાન નથી.
આત્માએ પર વસ્તુને પકડી નથી કે છોડે, પણ તેણે અજ્ઞાન ભાવમાં–રાગમાં કર્તાપણાની વાસનાને,
મિથ્યાત્વ ભાવને પકડયો છે–કે આ મારૂં છે, મેં આને છોડયું છે–એમ રાગમાં અને પર વસ્તુમાં કર્તાપણાની
વાસના છે તે જ અનંત સંસારનું મૂળ કારણ છે.
મહાવીર ભગવાને પણ તપ કરેલ છે–૧૨ાા વર્ષ સુધી તપ કર્યાં, સુખે કરીને સૂતા નહીં, સુખે કરીને
ખાધું પીધું નહીં. વેળુના કોળિયા જેવું કઠણ ચારિત્ર પાળ્યું, ત્યારે તેમને કેવળજ્ઞાન થયું, એમ અજ્ઞાની માને
છે અને મોક્ષમાર્ગને કષ્ટદાતા–દુઃખ દેનાર બતાવે છે. પણ એમ નથી–ભગવાને એવા તપ કર્યા જ નથી. પણ
બેહદ જ્ઞાનાનંદ સ્વભાવી આત્મામાં એકાકાર રહેવાના અભ્યાસમાં, આહાર લેવાની વૃત્તિ ઉત્પન્ન થઈ નહીં,
અને તેના સ્થાનમાં અતીન્દ્રિય આનંદ રસની રેલમછેલ થતી હતી. આમ આત્માના આનંદમાં વર્તતા હતા,
તેનું નામ તપ છે.
અજ્ઞાની તેના માનેલા પોષધ સહિત ઘણા ઉપવાસ કરે છતાં દેહની ક્રિયા અને આહાર મેં છોડયો,
એવા રાગની ઉપર દ્રષ્ટિ છે તેથી તેના ઉપવાસ લાંઘણ જ છે. વ્યવહાર ધર્મ પણ નથી.
જ્ઞાનીને આત્મામાં એકાગ્ર રહેવાનો અખતરો કરતાં અતીન્દ્રિય આનંદનો એવો સ્વાદ આવે કે આખું
જગત લૂખું લાગે, અને અંદરમાં અપૂર્વ જ્ઞાનાનંદની શાન્તિ અને તેમાં લીનતા જામે તેનું નામ ઉપવાસ છે.
સાથે અલ્પ રાગ રહ્યો તેને ઉપચારથી, વ્યવહારથી ઉપવાસ કહેવાય છે, દેહની ક્રિયામાં ધર્મ, અધર્મ કે
ઉપવાસ નથી.
કોઈ કહે દેહની ક્રિયા ગમે તેમ પાપમાં વર્તે તેની સાથે આત્માને સંબંધ નથી, એમ સ્વચ્છંદની વાતો કરે