Atmadharma magazine - Ank 228
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 31

background image
આસો : ૨૪૮૮ : ૨પ :
કરણાનુયોગ શાસ્ત્ર ધવળ જયધવળ શાસ્ત્ર તથા પંચાધ્યાયી તત્ત્વાર્થ સૂત્ર, સર્વાર્થ સિદ્ધિ ટીકા, આલાપ
પદ્ધતિ જૈન તત્ત્વ મીમાંસા આદિ અનેક ગ્રંથોના સફળ સંપાદક તરીકે તેમનું સ્થાન અજોડ છે. પૂ.
ગુરુદેવ સમયસારજી આદિ શાસ્ત્રોમાંથી અનુભવપૂર્ણ મોક્ષમાર્ગનો જે પ્રકાશ પ્રગટ કરી રહ્યા છે તેને
શાસ્ત્રાધાર સહિત પં. જી સ્પષ્ટ કરીને સમાજ સામે સુંદર ઢંગથી રજુ કરે છે. તેમની પ્રવચન શક્તિ ઘણી
પ્રશસ્ત છે.
(૯) ચોટીલા:– (સૌરાષ્ટ્ર) દિ. જૈન સંઘના આમંત્રણથી પ્રચાર વિભાગ, દિ. જૈન મુમુક્ષુ
મહામંડળ, સોનગઢ, ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનો માટે શ્રી મધુકરજીને મોકલવાની માગણી હતી. ત્યાં ૭
દિવસ માટે મધુકરજીએ દિગમ્બર જૈન મંદિરમાં ટેપરીલ મશીન દ્વારા પૂજ્ય ગુરુદેવના પ્રવચનો, ભક્તિ
વગેરે કાર્યક્રમ રાખેલ, ધર્મપ્રભાવના સારી રીતે થયેલ. મધુકરજી અંકલેશ્વરથી ચોટીલા થઈ પ્રતાપગઢ
ગયા હતા.
(૧૦) પ્રતાપગઢ (રાજસ્થાન) : દિ. જૈન સમાજ તરફથી પૂજ્ય ગુરુદેવના પ્રવચનો માટે
મઘુકરજીને મોકલવાનું આમંત્રણ હોવાથી ૧૦ લક્ષણ પર્વ ઉપર ત્યાં સુંદર કાર્યક્રમ હતો. સવાર સાંજ બે
વખત ટેપરેકર્ડીંગ તથા સાંજે એક કલાક ભક્તિનો પ્રોગ્રામ હતો. જૈન સમાજનો ખાસ પ્રેમ ભર્યો આગ્રહ
હોવાથી તા. ૧૭–૯–૬૨ સુધી રોકી રાખેલ–ત્યાંથી નારાયણગઢ, કુશળગઢ, લશ્કર–ગ્વાલીઅર ભીન્ડ,
ભોપાલ, સીલવાની, ગંજ બાંસૌંદા, જયપુર સુધીનો પ્રોગ્રામ છે.
(૧૧) ભોપાળ:– (મ.પ્ર.) ભોપાળ, તા. ૧૯–૯–૬૨ મુમુક્ષુ મંડળ ભોપાળના હાર્દિક
આમંત્રણનો સ્વિકાર કરી, શ્રી પંડિત ખીમચંદભાઈ શેઠ ઈન્દૌર ઉજ્જૈન થઈ સોમવારે ભોપાળ આવ્યા.
સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા સ્ટેશન ઉપર ભારી સંખ્યામાં હાજર રહીને એમનું અપૂર્વ ઉત્સાહ
સહિત સ્વાગત કર્યું. જૈન તત્ત્વોના વિશેષ મર્મજ્ઞ આદરણીય શ્રી ખીમચંદભાઈ દ્વારા દિ. જૈન મંદિર
ચોકમાં તા. ૧૭–૧૮ સપ્ટેંબર, સોમવાર તથા મંગળવાર બે દિવસ મહત્વપૂર્ણ પ્રવચન થયા. રોજ બે
વખત, સવારે ૮ થી ૯ બપોરે ૨ થી ૩ તથા રાત્રે ૯ થી ૧૦ આ ટાઈમ ઉપર વિશેષ પણે ઉપરોક્ત
પ્રવચન સાંભળવા માટે બહારથી આવેલા મુમુક્ષુ ભાઈઓ તથા સ્થાનીક જૈન સમાજે હજારોની સંખ્યામાં
હાજર રહીને આ આધ્યાત્મિક પ્રવચનો અત્યંત રુચિપૂર્વક સાંભળ્‌યા. મોટા ભાગના શ્રોતાઓનું કહેવું
હતું કે અમારા જીવનમાં અધ્યાત્મ જેવા ગંભિર વિષય પર આટલું....સરસ, મધુર અને પ્રભાવશાળી
વિવેચન સાંભળવાનો આ પ્રથમ જ અવસર હતો.” શ્રી પં.જી ના વિશુદ્ધ તાત્ત્વિક પ્રવચનોના પરિણામ
સ્વરૂપ સમાજનું વાતાવરણ અધ્યાત્મ રસમય બની ચૂકયુ હતું.
નિશ્ચય–વ્યવહાર, નિમિત્ત–ઉપાદાન ક્રમબદ્ધ પર્યાય, સમ્યક્ પુરુષાર્થ આદિ મહાન ઉપયોગી
સિદ્ધાંતો ઉપર આપે સરલતમ દ્રષ્ટાંતો દ્વારા એટલો સુંદર પ્રકાશ પાડયો કે જેનાથી કેવળ શ્રોતાઓની
ભ્રાન્તિ દૂર થઈ એટલું જ નહીં પણ ઉપરાન્ત તેમને અપૂર્વ શાન્તિ અને આનંદનો અનુભવ થયો. તા.
૧૮–૯–૬૨ બપોરે ૪ થી ૪ાા દિ. જૈન મંદિર, આપનું પ્રવચન થયું, તથા પાંચ માઈલ દૂર હેવી
ઈલેકટ્રીકલ્સ પિપલાનીના ભાઈઓ દ્વારા આગ્રહ હોવાથી રાત્રે ૭ થી ૮ સુધી ત્યાં પ્રવચન થયું, જેમાં
ઘણી મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓએ લાભ લીધો તથા મધ્યપ્રદેશના વિત્ત મંત્રી માનનીય શ્રી મીશ્રીલાલજી
ગંગવાલ પણ આ અવસર ઉપર ખાસ પધાર્યા હતા. રાત્રે શાસ્ત્રપ્રવચન પછી દિ૦ જૈન ધર્મશાળામાં
વિશાળ જનસમુદાયની હાજરીમાં દિ૦ જૈન સમાજ તરફથી આપનું શાનદાર સ્વાગત કર્યું, તથા આપની
સેવામાં સન્માનપત્ર (અભિનંદન પત્ર) ભેટ કર્યું.
આ અવસર પર સર્વ પ્રથમ શ્રી કેવળચંદજી ગુનાવાળા દ્વારા એક આધ્યાત્મિક પદ સંભળાવવામાં
આવ્યું હતું. શ્રી રાજમલજી પવૈયાએ પણ પૂ. કાનજીસ્વામી તથા શ્રી પં. જી પ્રત્યે પોતાના ભાવપૂર્ણ
ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા. પછી શ્રી બાબુલાલ બજાજ દ્વારા કવિતા પાઠ કરવામાં આવેલ. શ્રી સૂરજમલજી
જૈન અભિનંદન પત્ર વાંચી સંભળાવ્યું તથા સમાજના વયોવૃદ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિ શ્રી સિંધઈ
હજારીલાલજી બહાદુર દ્વારા શ્રીમાન પં. જીને આ અભિનંદન પત્ર ભેટ કરવામાં આવ્યું હતું.