Atmadharma magazine - Ank 228a
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 38

background image
બ્રહ્મચર્ય ધર્મ ઉપરના વ્યાખ્યાનમાંથી સાર
[ભાદરવા સુદ ૧૪ મંગળવાર તા. ૧૮–૯–પ૬]
આ બ્રહ્મચર્યનો દિવસ છે. દસ લક્ષણી પર્વના દસે
દિવસોમાં ઊજવાતા દસ ધર્મો ચારિત્રના પ્રકાર છે. આત્મા
જ્ઞાન અને આનંદનો પિંડ છે, તેની દ્રષ્ટિ થતાં નિમિત્ત અને
સંયોગની ઉપેક્ષા થઈ જાય, અને આનંદની પ્રગટતા થાય,
તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સહિત સમ્યક્ ચારિત્ર છે.
આત્મસ્થિરતાને ચારિત્ર કહે છે. તે મોક્ષનું કારણ છે, પૂર્ણ
પરમાનંદ દશાનું કારણ છે. દસમો ધર્મ બ્રહ્મચર્યનો છે. બ્રહ્મ
એટલે આત્મા, ચર્ય એટલે ચરવું. આત્મામાં ચરવું–રમવું–
લીનતા કરવી, તે બ્રહ્મચર્ય છે, આત્મા શરીર, કર્મ આદિના
રજકણોથી જુદો છે, વિકાર વિકૃત સ્વરૂપ છે, આત્માનો મૂળ
સ્વભાવ જ્ઞાન અને આનંદ છે. તેવા આત્મામાં સ્થિરતા
કરવી તે બ્રહ્મચર્ય છે. તે વસ્તુસ્વભાવ છે. કાયા વડે
બ્રહ્મચર્ય પાળતાં જે શુભરાગ થાય, તે પુણ્યનું કારણ છે.
અંશી સ્વભાવમાં અંશને વાળી શાંતિની એકાગ્રતા પ્રગટે, તે
બ્રહ્મચર્ય છે, તે ધર્મ છે. આત્મભાન પૂર્વક બ્રહ્મચર્યનો શુભ
રાગ આવે તે વ્યવહાર બ્રહ્મચર્ય છે, તે પુણ્યબંધનું કારણ છે.
ચર્ચા ઉપરથી
સ્તવનમાલા પહેલી આવૃત્તિ પાનું ૧૬૯ શ્રી. વાસુ
પૂજ્ય ભગવાનના સ્તવનમાં દસ ધર્મોમાંથી નવ ધર્મના
નામ ને સ્વરૂપ જણાવીને દસમા બ્રહ્મચર્ય ધર્મ માટે નીચે
પ્રમાણે કહ્યું છે.
“સુ વસ્તુ સ્વભાવ કરૌ પહિચાન, કરૌ નિજ આતમ
ધ્યાન મહાન” અહીં દસમા ધર્મને બ્રહ્મચર્ય ધર્મ નામ નહી
આપતાં વસ્તુનો સ્વભાવ કહ્યો. વસ્તુ કહેતાં આત્મા
અથવા બ્રહ્મ છે તેમાં રહેવું–ચરવું તે આત્માનો સ્વભાવ છે.
માટે વસ્તુસ્વભાવ કહો અથવા બ્રહ્મચર્ય ધર્મ કહો–એક જ છે.
બ્રહ્મચર્ય વિષે સુભાષિત.
(દોહરો)
સુંદર શિયળ સુરતરૂ, મન વાણી ને દેહ;
જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
(શ્રીમદ્ રાજચંદ્રજી)
વિરલા!
विरलाः निश्रृण्वन्ति तत्त्वं विरलाः जानन्ति तत्त्वतः
तत्त्वं।
विरलाः भावयन्ति तत्त्वं विरलानां धारणा भवति।। २७९।।
तत्त्वं कथ्यमानं निश्चल भावेन गृहणाति यः हि।
तत् एव भावयति सदा सः अपि च तत्त्वं विजानाति।।
२८०।।
જગતમાં તત્ત્વને વિરલા પુરુષો સાંભળે છે; સાંભળીને
પણ તત્ત્વને યથાર્થપણે વિરલા જ જાણે છે; વળી જાણીને
પણ વિરલા જ તત્ત્વની ભાવના એટલે કે વારંવાર
અભ્યાસ કરે છે; અને અભ્યાસ કરીને પણ તત્ત્વની
ધારણા તો વિરલાઓને જ થાય છે. (ભાવાર્થ:–) તત્ત્વનું
યથાર્થ સ્વરૂપ સાંભળવું–જાણવું–ભાવવું અને ધારવું તે
ઉત્તરોત્તર દુર્લભ છે. આ પંચમકાળમાં તત્ત્વને યથાર્થ
કહેવાવાળા દુર્લભ છે અને ધારવાવાળા પણ દુર્લભ છે.
સ્વરૂપ તેને નિશ્ચલ ભાવથી ગ્રહણ કરે છે, તેમ જ અન્ય
ભાવના છોડીને તેને જ નિરંતર ભાવે છે. તે પુરુષ તત્ત્વને
જાણે છે.
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા.
વિરલા જાણેતત્ત્વને વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને વિરલા ધારે કોઈ. યોગસાર. ૬૬.
આ વચનામૃતનું પાલન કરો.
* આત્માનું સ્વરૂપ સમજવા માટે તેની વાત વારંવાર
સાંભળતાં કંટાળો ન આવવો જોઈએ, પણ તેનો મહિમા
થવો જોઈએ.
* આત્માને સમજીને તેના જ મહિમામાં એકાગ્ર થવું તે
સુખનો ઉપાય છે.
* જ્ઞાની પાસે વારંવાર પ્રેમથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ
સાંભળવું, અને વારંવાર પરિચય કરવાથી જ આ
સમજાશે–એમ વિશ્વાસ લાવવો.
* જીવ પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લ્યે, ત્યારથી
તેને મોક્ષમાર્ગની શરૂઆત થાય છે.
* સૂક્ષ્મ અને યથાર્થ તત્ત્વને સમજવા માટે અત્યંત તીવ્ર
અને સ પુરુષાર્થ જોઈએ.
* મિથ્યાદ્રષ્ટિનો વિષય ‘પર’ છે, સમ્યગ્દ્રષ્ટિનો વિષય
‘સ્વ’ છે.