કારતક: ૨૪૮૯ : ૭ :
માટે પણ સ્વરૂપમાં ઉગ્રપણે વિશેષપણે સ્વભાવની એકાગ્રતા–શુદ્ધતાના પ્રભાવરૂપ જ્ઞાનારથમાં આરૂઢ
થઈ અંતરગતિમાં ગમન કરી રહ્યો છે.
સમ્યગ્દ્રષ્ટિજીવ ટંકોત્કીર્ણ એટલે અનાદિઅનંત એકરૂપ પૂર્ણ જ્ઞાનઘન એવા એકલા જ્ઞાયકભાવને
કારણ આધાર બનાવીને તેમાં જ નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન અને એકત્વ કરતો હોવાથી જિનજ્ઞાન–વીતરાગી
જ્ઞાનની પોતામાં પ્રભાવના કરે છે. ધ્રુવ, અખંડિત કારણજ્ઞાન સ્વભાવના આલંબનરૂપ નિર્મળ શ્રદ્ધા–
જ્ઞાનએકાગ્રતા તે નિશ્ચય પ્રભાવના છે, તેના વડે જ વીતરાગી વિજ્ઞાન ધનદશાને સમયે સમયે પ્રગટ
કરી રહ્યો છે, તેને સાચી પ્રભાવના કહેવાય છે. ત્યાં મંદ પ્રયત્નના કાળે શુભરાગ આવે છે તે તો
વ્યવહાર પ્રભાવના છે. પુણ્યબંધની ક્રિયા છે. જિનેન્દ્ર ભગવાનને રથમાં બિરાજમાન કરી પૂજા ભક્તિ,
તથા જિનમંદિર, શાસ્ત્ર વગેરે સંબંધી શુભભાવ આવે છે તે નિશ્ચયધર્મવાળાની વ્યવહાર પ્રભાવના
કહેવામાં આવે છે.
પુસ્તક લખાવે, શાસ્ત્રજ્ઞાનની પ્રભાવનાનો શુભભાવ આવે પણ એ મૂળ પ્રભાવના નથી. પણ
ભેદજ્ઞાન સહિત સ્વ સન્મુખજ્ઞાનને ભાવવું–પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ કરવી તે ખરી પ્રભાવના છે.
એવો નિશ્ચય ધર્મ ચોથા ગુણ સ્થાનકથી (ગૃહસ્થદશામાં હો કે ચારે ગતિમાં ગમે ત્યાં હો) પ્રગટ થઈ
શકે છે.
જ્યાં દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં વીતરાગતા ઉપરાંત અંશે ચારિત્રમાં નિશ્ચય વીતરાગતા હોય એને
સમ્યગ્દર્શનનો ગુણ નિઃશંકિતાદિ લક્ષણરૂપે હોય છે.
ભાવાર્થ– ધર્મીને અંતરમાં કેવળ જ્ઞાનનિધાનને પ્રગટ કરવાનો પ્રયત્ન વર્તતો હોય છે.
સ્વસન્મુખ જ્ઞાતાપણું તે પુરુષાર્થ છે. ભલે વાર લાગે પણ સ્વાશ્રય એકાગ્રતારૂપ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર,
આનંદ અને વીર્યની પર્યાયની શુદ્ધતા થતી જાય છે. એવી પ્રભાવનાને સાચી (નિશ્ચય) પ્રભાવના કહે
છે. સમ્યગ્જ્ઞાની એવી પ્રભાવના કરે જ છે તેથી તેને ધર્મની અપ્રભાવનાકૃત બંધ થતો નથી પણ પૂર્વે
અજ્ઞાનદશામાં બંધાયેલા કર્મોની નિર્જરા જ થાય છે.
માર્ગ પ્રભાવના એટલે, તેનો ઉદ્યોત કરવો, મહિમા વધારવો, ધર્મને વિશેષ ઉજ્જવળ કરવો,
ધર્મનો શોભા વધે તેમ કરવું પણ એ કાર્યને શેમાં કરવું? કે જ્યાં તે હોય ત્યાં કલ્યાણમાર્ગની પ્રવૃત્તિ
કરવી. તે સ્થાન દેહમાં, દેહની ક્રિયામાં, વાણીમાં અને શુભાશુભ રાગમાં કે વ્યવહારમાં નથી કેમકે તે તો
આત્માથી ભિન્ન–બહારની ચીજ છે, તેમાં આત્મા નથી. પરથી અને રાગથી ભેદજ્ઞાનવડે અંદરમાં અખંડ
જ્ઞાનસ્વભાવને નિશ્ચયદ્રષ્ટિનું ધ્યેય બનાવી તેમાં શ્રદ્ધાજ્ઞાન અને એકાગ્રતાનું બળ ફેલાવીને, પ્રગટ
પર્યાયમાં પોતે બળવાન થાય તો તેની અંદર શુદ્ધિ અર્થાત્ નિર્જરા થાય છે. ત્યાં ભૂમિકાને યોગ્ય
પ્રભાવનાનો શુભ રાગ આવે તેને વ્યવહાર પ્રભાવના પણ નથી. અનુપચાર નિશ્ચયધર્મ વિના ઉપચાર
(આરોપીત) શુભ રાગમાં વ્યવહારધર્મનો આરોપ આવતો જ નથી. ચોથા ગુણસ્થાનથી જ
નિશ્ચયધર્મની શરૂઆત થાય છે.
આ ગાથામાં સ્વાશ્રિત નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને
મહાન ઉત્સવ સહિત નગર, વન વગેરેમાં ફેરવી, શાસ્ત્રો વગેરે દ્વારા વ્યવહાર પ્રભાવના કરવામાં આવે
છે તેમ જે સમ્યગ્જ્ઞાનરૂપી રથમાં પૂર્ણસ્વરૂપ આત્માને સ્થાપી અંદરમાં એકાગ્ર જ્ઞાનવડે મનન કરે છે તે
જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દ્રષ્ટિ છે, તે નિશ્ચય પ્રભાવના કરનાર છે.
ગાથા ૨૨૯ થી ૨૩૬ એ આઠ ગાથામાં સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને નિત્ય સ્વભાવ આશ્રિત નિશ્ચય,
નિઃશંકિતાદિ આઠ ગુણો નિર્જરાના કારણ કહ્યા. એવી જ રીતે અન્ય