Atmadharma magazine - Ank 230
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 25

background image
સ. વ. ણ. પ. ર સ. મ. ચ. ર
પરમ ઉપકારી પૂ. ગુરુદેવ સુખશાતામાં બિરાજમાન છે.
પ્રવચનમાં સવારે મોક્ષમાર્ગ પ્રકાશક, બપોરે સમયસારજી શાસ્ત્ર ગાથા
૧૪મી ચાલે છે. કાર્તિક વદી અમાસ સવારે “છહઢાલા” (કવિવર શ્રી પં.
દૌલતરામજી કૃત) સ્વાધ્યાયમાં લેવામાં આવેલ.
પૂજ્ય ગુરુદેવનો વિહાર હાલ બંધ રહેલ છે.
અષ્ટાહ્નિકા મહોત્સવમાં શ્રી નંદીશ્વર પૂજા વિધાન તથા શ્રી
રત્નત્રયપૂજન ઉત્સાહથી શરૂ કરીને તેની પૂર્ણતા કારતક સુદ ૧પના રોજ શ્રી
જિનેન્દ્ર ભગવાનને કળશાભિષેક ઉત્સવ સહિત થઈ.
*
ખાસ ધર્મ પ્રભાવનાના સમાચાર
(૧) શ્રી બાબુલાલ ચુનીલાલ ફતેપુરવાળા ગુજરાતના દિ૦
જૈનસમાજમાં વિશેષ માન્ય છે, તેઓ તત્ત્વપ્રેમી અને જૈનધર્મના મનોજ્ઞવક્તા
છે. તેમના અગ્રેસરપણામાં ધાર્મિક દિવસો દરમિયાન કોઈ પ્રસિદ્ધ સિદ્ધક્ષેત્રની
યાત્રાર્થે મોટી સંખ્યામાં ગુજરાતીઓનો યાત્રા સંઘ નીકળે છે. તેમાં હંમેશા ત્રણ
કલાક પ્રવચન તથા તત્ત્વચર્ચા ઉપરાંત શ્રી જિનેન્દ્ર પૂજન ભક્તિ આદિનો
કાર્યક્રમ હોય છે.
આ સાલ કાર્તિક માસમાં ૬૦૦ યાત્રિકો સહિત સિદ્ધવરકૂટ યાત્રા
જવાનું થતાં ત્યાં આશરે ૧પ૦૦ ભાઈબહેનો આવેલ હતા. માર્ગમાં ઈન્દૌર,
બડવાનીજી, ખંડવા, સનાવદ, ઉન–પાવાગીર, બીકન, ઉદયપુર, જાંબુડી મુકામે
તેમનો સંઘ જતાં ઘણી સારી પ્રભાવના થઈ.
પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવદ્વારા સર્વજ્ઞ વીતરાગ કથિત મોક્ષમાર્ગનું જે
સ્વરૂપ બતાવવામાં આવે છે તેનું સુંદરઅને સ્પષ્ટપણે વર્ણન કરીને શ્રી
બાબુભાઈ ધર્મપ્રભાવનામાં જે સુંદર ફાળો આપી રહ્યા છે, તેના ઉત્સાહભર્યા
સમાચાર દરેક ગામથી ખૂબખૂબ વિસ્તારથી આવેલા છે. સિદ્ધવરકૂટમાં
સિદ્ધચક્ર મંડલવિધાન કરવામાં આવ્યું હતું, આઠ દિવસ સુધી શ્રી
બાબુભાઈદ્વારા દિવસમાં ત્રણવાર પ્રવચન થતાં; તત્ત્વચર્ચા, અનુપમ ભક્તિ,
પૂજાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, આ બધું પ્રત્યક્ષ જોઈને સોનગઢ
પ્રત્યે જેમણે જૂઠી કલ્પનાઓ કરી રાખેલ હતી તે દૂર થવા પામી છે.
શ્રી સિદ્ધવરકૂટમાં શ્રી બાબુભાઈને સાંભળવા માટે ખંડવા આદિ
નિમાડ પ્રદેશના ભાઈ–બહેનો મોટી સંખ્યામાં આવેલા તેઓ ખૂબ પ્રભાવિત
થયેલા, યાત્રા સંઘ કાઢનાર જાંબુડીવાળા શ્રી છબાલાલ મલુકચંદ કોટડિયા
હતા, સિદ્ધવરકૂટ સિદ્ધક્ષેત્રને ગુજરાતના
અનુસંધાન ટાઈટલ પેજ ત્રીજુ