Atmadharma magazine - Ank 233
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 25

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૩૩

મણીઆર મહાસુખલાલ નાનચંદ ઊ. વર્ષ પ૯, સુરેન્દ્રનગર, માહ વદી ૮ ના રોજ સ્વર્ગવાસી
થયા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને અનન્ય ભક્તિભાવ હતો, સોનગઢ પણ સત્ સમાગમ અર્થે આવતા
હતા, બાલ બ્રહ્મચારિણી શ્રી ગુણીબેનના તેઓ પિતા હતા, છેલ્લી વખતે પણ તેમને ધાર્મિક પ્રવચનો
સાંભળવાનો અત્યંત પ્રેમ હતો, પૂ. ગુરુદેવ રાજકોટ પધારે તે વખતે લાભ લેવાની અત્યંત ઊત્કંઠા
હતી, પણ તે ભાવના પાર ન પડી. શરીરે ઘણી બીમાર અવસ્થા હોવા છતાં, તે ઊપર લક્ષ ન કરતાં,
આત્મહિતની ભાવનાને મુખ્ય કરી હતી. તેઓનો આત્મા શીઘ્ર આત્મકલ્યાણ સાધે, એમના કુટુંબીજનો
પ્રત્યે સંવેદના.
શ્રી લલ્લુભાઈ નાગરદાસ કામદાર ઉ. વ. ૮૦ દામનગર, ૨૦૧૯ મહા સુદી પ ના રોજ
સ્વર્ગવાસી થયા છે પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો, સોનગઢ પણ સત્ સમાગમ અર્થે
આવતા હતા અને દામનગર મુમુક્ષુ મંડળમાં વાંચનમાં હંમેશા હાજર રહી લાભ લેતા હતા. ધર્મજીજ્ઞાસા
ઘણી હતી. તેમનો આત્મા શીઘ્ર આત્મહિત સાધે, એમના કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ.
સોનગઢના વિશેષ સમાચાર–ફાગણ સુદી બીજના દિવસે ભગવાન શ્રી સીમંધરપ્રભુના
જિનમંદિરની ર૩મી વર્ષગાંઠનો મહોત્સવ ઉજવાયો, બહારગામથી ઘણા મહેમાનો આવેલા, ભવ્ય
રથયાત્રામાં શ્રી જિનેન્દ્રભગવાનને વિરાજમાન કરી ભક્તિ, જયનાદ, ધૂન સહિત ગામમાં ફરી, વનમાં
અભિષેક, પૂજા વગેરેનો સુંદર કાર્યક્રમ હતો. અષ્ટાન્હિકા, ફાગણ સુદી ૮ થી ૧પ સુધી નંદીશ્વર દ્વીપ
બાવન જિનાલયસ્થ જિનપ્રતિમાજીના પૂજન મંડલ વિધાનની પૂર્વ તૈયારી ચાલી રહી છે. રાજકોટમાં
પણ એ રીતે તૈયારી ચાલે છે.
લી. બ. ગુલાબચંદ જૈન
આ સાલ સોનગઢ વિસ્તારમાં વરસાદની અછત હોવાથી ગાયો વગેરે પશુ માટે નીરણકેન્દ્ર
ખોલવામાં આવ્યું છે. આશરે ચાર હજારનો ફાળો શ્રી મલુકચંદ છોટાલાલ ઝોબાલીયા હસ્તક થયો છે.
ત્રણ હજાર રૂપીયાનું ઘાસ મંગાવ્યું છે, તેની સુંદર વ્યવસ્થા સોનગઢ મહાજનપંચને સોંપવામાં આવી છે.
પ્રથમ દિવસે જ લોકો, ૧૦૦ ગાયો તો સોંપી ગયા છે. ચારમાસ સુધી નીરણકેન્દ્ર ચાલુ રાખવા માટે
ત્રીસ હજાર રૂપીયાની જરૂર પડશે. મદદ દેવા માટે પત્રવ્યવહાર–કરવો.
શ્રી મલુકચંદ છોટાલાલ જોબાળીયા
સોનગઢ (સૌરાષ્ટ્ર)
*