Atmadharma magazine - Ank 233
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
ATMA DHARMA Reg. No. G 82
નિશ્ચય – વ્યવહારનયનું પ્રયોજન
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કૃત પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગા. ૪માં કહ્યું છે કે–
मुख्योपचार विवरण निरस्तढुस्तक वेनेयदुर्बोधाः ।
व्यवहार निश्चयज्ञाः प्रवर्तयन्ते जगति तीर्थम् ।। ४।।
અર્થ–નિશ્ચય અને વ્યવહારના જાણનારા આચાર્ય આ લોકમાં ધર્મતીર્થને પ્રવર્ત્તાવે છે. આચાર્ય
કેવા હોય છે કે મુખ્ય (–નિશ્ચય) અને ઉપચાર (–વ્યવહાર) નિરૂપણવડે શિષ્યોના દુર્નિવાર અજ્ઞાનને
નષ્ટ કરેલ છે એવા ઉપદેશદાતા હોય છે.
ભાવાર્થ– ઉપદેશદાતા આચાર્યમાં અનેક ગુણ હોવા જોઈએ પરંતુ નિશ્ચય અને વ્યવહારનું
જાણપણું મુખ્ય જોઈએ. કેમકે જીવોને અનાદિકાળથી અજ્ઞાનભાવ છે તે મુખ્ય અને ઉપચાર કથનના
જાણપણાથી દૂર થાય છે તેમાં મુખ્ય કથન તો નિશ્ચયનયને આધીન છે તે જ બતાવવામાં આવે છે–
સ્વાશ્રિત તે નિશ્ચય –જે પોતાને જ આશ્રિત હોય તે નિશ્ચય કહેવામાં આવે છે. જે દ્રવ્યના અસ્તિત્વમાં
જે ભાવ હોય તે દ્રવ્યમાં તેનું જ સ્થાપન કરવું, તેમાં પરમાણુંમાત્ર પણ – જરાપણ બીજાની કલ્પના ન
કરવી તેને સ્વાશ્રિત એટલે તેનું કહેવું તે મુખ્ય (–નિશ્ચય) કથન કહેવામાં આવે છે. તેને જાણીને
અનાદિ શરીરાદિક પરદ્રવ્યોથી એકપણાની શ્રદ્ધારૂપ અજ્ઞાનભાવનો અભાવ અને નિર્મળ ભેદજ્ઞાનની
પ્રાપ્તિ થાય છે, સર્વ પરદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થાય છે અને ત્યારે (આ
જીવ) રમ આનંદદશામાં મગ્ન થઈ કેવળદશાને (શુદ્ધ પરમાત્મદશાને) પ્રાપ્ત થાય છે.
જે અજ્ઞાની અને (નિશ્ચયને) જાણ્યા વિના ધર્મ કરવા લાગે છે (હું પણ આત્મહિતરૂપ ધર્મ કરું
છું એમ માને છે) તે શરીર આશ્રિત ક્રિયાકાન્ડને ઉપાદેય (–હિતકર; કર્તવ્ય) જાણીને શુભોપયોગ જે
સંસારનું જ કારણ છે તેને જ મુક્તિનું કારણ માની સ્વરૂપથી ભ્રષ્ટ (સ્વરૂપના નિર્મળ શ્રદ્ધાન, જ્ઞાન
અને અનુભવથી ભ્રષ્ટ) થયેલો તે સંસારમાં જ ભમતો રહે છે. માટે મુખ્ય કથનનું (નિશ્ચયનયના
વિષયનું) જાણપણું જરૂર જોઈએ. તે જાણપણું નિશ્ચયનયને આધીન છે તેથી ઉપદેશદાતા નિશ્ચયનયનો
જાણવાવાળો હોવો જોઈએ. કેમકે જો પોતે જ મુખ્ય વસ્તુને ન જાણે તો શિષ્યોને કેવી રીતે સમજાવે?
+પરાશ્રિત વ્યવહાર એટલે જે પરદ્રવ્યને આશ્રિત હોય તે વ્યવહાર કહેવાય છે. પરાશ્રિત
ઉપચાર કથન કહેવાય છે. તેને જાણી શરીરાદિકથી સંબંધરૂપ સંસારદશાને જાણી, સંસારના કારણ જે
આસ્રવ (મિથ્યાત્વાદિક) અને બંધ તેને ઓળખી મુક્તિનો ઉપાય જે સંવર–નિર્જરા તેમાં પ્રવર્તે પણ
અજ્ઞાની તેને જાણ્યા વિના શુદ્ધોપયોગી થવા માગે છે તે કાંતો પ્રથમ જ વ્યવહાર સાધનને છોડી
પાપાચરણમાં લાગી નરકાદિ દુઃખ સંકટોમાં પડે છે માટે ઉપચાર કથનનું પણ જાણપણું જોઈએ. તે
ઉપચાર કથન વ્યવહારનયને આધીન છે. તેથી ઉપદેશદાતાને વ્યવહારનું પણ જાણપણું જોઈએ. આ રીતે
બેઉ નયોને જાણવાવાળા આચાર્ય ધર્મતીર્થના પ્રવર્ત્તક છે, બીજા નહીં. (સ્વ. પં. ટોડરમલજી કૃત ટીકા)
(છપાયેલા પુસ્તકન ફૂટનોટ– જે દ્રવ્યના અસ્તિત્વમાં જે ભાવ હોય તે જ દ્રવ્યમાં તેનું સ્થાપન
કરે, કિંચિત્માત્ર અન્ય કલ્પના ન કરે તેને સ્વાશ્રિત નિશ્ચયનય કહે છે અને કિંચિત્માત્ર કારણ પામીને
કોઈ દ્રવ્યના ભાવ કોઈ દ્રવ્યમાં સ્થાપન કરે તેને પરાશ્રિત વ્યવહારનય કહે છે)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ – ભાવનગર.