Atmadharma magazine - Ank 234
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 31

background image
ચૈત્ર : ર૪૮૯ : ૧૧ :
સુખી સર્વ વાતે, શરીર પ્રથમ ધર્મનું સાધન છે”– એ કથન લોકપદ્ધતિથી છે. વસ્તુસ્વરૂપ એમ નથી.
પ્રશ્ન :– મનુષ્ય શરીર, વજ્રકાય શરીર મોક્ષનું કારણ છે કે નહીં?
ઉત્તર :– નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે એ કથન છે. કાર્ય વિના નિમિત્ત કોનું?
નિમિત્તથી કોઈનું કાર્ય થતું નથી પણ “ઉપાદાન (નિજશક્તિ) નિશ્ચય જહાં તર્હં નિમિત્ત પર હોય”
એટલું બતાવવા માટે (અને તેનો આશ્રય છોડી એકલા આત્માનો આશ્રય કરવા માટે) વ્યવહાર
કથનની એ રીત છે.
શ્રી ટોડરમલ્લજીએ પણ મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે કે વ્યવહાર નય અભૂતાર્થ કથન કરે છે,
એક દ્રવ્યને બીજા દ્રવ્ય રૂપે વા તેના ભાવો ને વા કારણ કાર્યાદિને કોઈના કોઈમાં મેળવને નિરૂપણ કરે
છે, માટે વ્યવહારના કથનને નિશ્ચય અર્થમાં માનવાની શ્રદ્ધા છોડી દે. આ પ્રમાણે ટોડરમલ્લજીએ જ
કહ્યું નથી પણ પરમાત્મપ્રકાશ ગ્રંથની ટીકા તથા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તથા શ્રી સમયસારજી ગા. ૧૧
માં પણ આવે છે. કે– વ્યવહારનય અભૂતાર્થદર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ, સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.
સ્વભાવ–વિભાવ અને સ્વ–પર નું વિભાગ જ્ઞાન નથી તેથી અજ્ઞાની જીવ કાય અને કષાયરૂપે
પોતાને માને છે. જ્ઞાનીને પણ દયા, હિંસા, વ્રત, અવ્રત, પૂજા, ભક્તિના વિકલ્પ આવે પણ તેનાથી
પરમાર્થે લાભ માનતા નથી. પણ રાગની રુચિવાળા અજ્ઞાની, રાગની ક્રિયાને લાભદાયક માને છે તેથી
તેની શ્રદ્ધામાં જીવ અને આસ્રવ તત્ત્વ જુદા ન રહ્યા.
આગમ કહે છે કે જીવથી અજીવ નહીં અને અજીવથી અને આસ્રવથી જીવ નહીં. આસ્રવ બંધનું
કારણ છે, તેથી આસ્રવથી સંવર–નિર્જરા ત્રણ કાળમાં નથી– એમ એક તત્ત્વમાં બીજા તત્ત્વનો અભાવ
છે એમ જાણે તે સમ્યગ્જ્ઞાની છે. શ્રી દીપચંદજી સાધર્મી ૧પ૦ વર્ષ પહેલાં કહી ગયા કે સર્વજ્ઞ કથિત
શાસ્ત્રાનુસાર અત્યારે કોઈ માનતું નથી, મુખથી કહ્યું માનતા નથી તેથી હું તો સત્ય વાત લખી જાઉં છું.
હઠાગ્રહી માટે આ કથન નથી. અધ્યાત્મ પંચ સંગ્રહમાં તેઓ લખે છે કે શુભરાગથી પરંપરાએ ધર્મનો
લાભ થશે એમ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
જ્ઞાનીના વ્રતાદિ શુભરાગને પરંપરા મોક્ષ હેતુ કહ્યો હોય ત્યાં એમ સમજવું કે એ જાતના
શુભરાગનો અભાવ કરીને મોક્ષ જશે. વ્રતાદિ શુભરાગથી મોક્ષમાર્ગનો લાભ માનનારા રાગને કરવા
જેવો માને છે, કષાયથી લાભ માને છે. શુભરાગથી લાભ માન્યો ત્યાં તેને આસ્રવ–બંધભાવનો આદર
અને આત્મભાવનો તિરસ્કાર વર્તે જ છે.
જડકર્મના ઉદયથી રાગ થાય અને શુભરાગથી ધર્મ થાય એમ માનનારે જડકર્મથી ધર્મ થાય
એમ માન્યું છે. સ્વ–પરના વિભાગનો તેને અભાવ છે.
જ્ઞાનીને શુભરાગ આવે છે પણ અંદરમાં તેને જરાય હિતકર માનતા નથી, કેમકે બહિર્મુખવૃત્તિ
તે અંતર્મુખ સ્વભાવને મદદ કરી શકે નહીં. આવું સત્ય સાંભળે છતાં જે એમ માને છે કે નહીં, ધર્મ
ખાતર કરેલા શુભભાવ ધર્મનું કારણ છે, શુભરાગ કરતાં કરતાં અંતર્મુખ થવાશે. શું વ્યવહાર સર્વથા
અસત્યાર્થ છે? નિમિત્ત અને શુભરાગ અંતર્મુખ થવામાં મદદ કરે છે, પરનું કામ કરી શકાય છે– એમ
માનનારને સ્વપરના વિભાગનો અભાવ તો છે જ, ઉપરાંત તીવ્ર મિથ્યાત્વનું જોર છે.
શરીરની ક્રિયા મારાથી થઈ શકે છે, શુભરાગથી ધર્મ છે એમ માનનારને વિષયોનો કિંચિત્
નિરોધ નથી. વિષયોની અભિલાષા જરાય મટી