આપ આપનાં બાળકોને વ્યવહારિક હાઈસ્કૂલની ઉચ્ચ કેળવણી તથા ધાર્મિક અભ્યાસ
અર્થે સંસ્કૃતિ, સંસ્કાર અને કેળવણીના ત્રિવેણી ધામ સમા
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર) માં
– : મોકલો : –
(૧) નવું સ્વતંત્ર, વિશાળ, હવા ઉજાસવાળું સુંદર મકાન.
(૨) પરમપવિત્ર, પરમોપકારી પૂજ્ય ‘કાનજીસ્વામી’ જેવા અદ્વિતીય, આધ્યાત્મિક
સંતના સત્સમાગમનો તથા તેઓશ્રીના તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો અપૂર્વ
લાભ.
(૩) આરોગ્યપ્રદ, સાત્ત્વિક શુદ્ધ ખોરાક, સવાર–સાંજે ચોકખું દુધ તથા બપોરે
નાસ્તાની સગવડ.
(૪) સ્વચ્છ, શાંત, પવિત્ર, આલ્હાદદાયક વાતાવરણ.
(પ) સૂકી, ખુશનૂમા આબોહવા તથા શારીરિક તંદુરસ્તી અર્થે આરોગ્યદાયક
હવાપાણી.
(૬) સુસંસ્કારી બનવા અર્થે શ્રી સનાતન જૈનદર્શનના ધાર્મિક શિક્ષણની સગવડ.
(૭) આદર્શ નાગરિક જીવનના ઘડતર માટે–કવાયત, સંગીત તથા બેન્ડની તાલિમ.
નોંધ:– (૧) આ સંસ્થામાં જૈનધર્મના કોઈપણ ફીરકાના વિદ્યાર્થીઓને ભેદભાવ
વગર દાખલ કરવામાં આવે છે.
(૨) ગુજરાતી પાંચમા ધોરણથી આ સંસ્થામાં એસ. એસ. સી. (મેટ્રીક)
સુધી અભ્યાસ કરતા ૧૦ વર્ષથી ઉપરની ઉંમરના વિદ્યાર્થીઓને દાખલ
કરવામાં આવે છે.
(૩) માસિક ભોજનનો ચાર્જ પુરી ફીના રૂા. ૨પ) તથા ઓછી ફીના રૂા.
૧પ) લેવામાં આવે છે.
(૪) દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તા. ૧પમી એપ્રીલ સુધીમાં
પ્રવેશપત્રો અને નિયમો મંગાવી તે વિગતવાર ભરી તા. ૧પમી મે
સુધીમાં પરત મોકલવાં.
(પ) સંસ્થાનું નવું સત્ર (ટર્મ) તા. ૧પમી જુનથી શરૂ થશે.
વધુ વિગત માટે લખો :–
શ્રી મંત્રીશ્રી યા ગૃહપતિ,
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
લિ.
(Sd.) મોહનલાલ કાળીદાસ જસાણી
મોહનલાલ વાઘજી કરાંચીવાળા
મંત્રીઓ,