આત્મધર્મ : ૧૨ :
મંગલ જન્મોત્સવ અંક
* જ્ઞાનક્રિયાને શા માટે નિષેધવામાં નથી આવી? અને કરોતિક્રિયાને શા માટે
નિષેધવામાં આવી છે?
જ્ઞાનક્રિયા આત્માના સ્વભાવભૂત હોવાથી તે નિષેધવામાં આવી નથી, અને
કરોતિક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. જ્ઞાનક્રિયા તે મોક્ષનું કારણ છે,
ને ક્રોધાદિક્રિયા તે બંધનું કારણ છે. જ્ઞાનક્રિયા તો સંવરનિર્જરારૂપ છે, ને ક્રોધાદિક્રિયા તો
આસ્રવરૂપ છે. જ્ઞાનક્રિયા તો આત્મામાં એકમેકરૂપ છે, ને ક્રોધાદિક્રિયા આત્માથી
ભિન્નરૂપ છે; માટે જ્ઞાનક્રિયાનો તો મોક્ષમાર્ગમાં સ્વીકાર છે, પણ અજ્ઞાનરૂપ એવી
ક્રોધાદિક્રિયાને મોક્ષમાર્ગમાંથી નિષેધવામાં આવી છે. જે જીવ ક્રોધાદિક્રિયામાં વર્તે છે તેને
મોક્ષમાર્ગ હોતો નથી.
* ક્રોધાદિ આસ્રવો સાથે આત્માને કેવો સંબંધ છે?
ક્રોધાદિ આસ્રવો ચૈતન્યસ્વભાવથી અત્યંત જુદા છે, તેની સાથે આત્માને
એકતાનો સંબંધ નથી પણ સંયોગરૂપ સંબંધ છે.
* અજ્ઞાની કેવી ક્રિયા કરે છે?
આસ્રવો પરભાવભૂત છે, ને આત્માના સ્વભાવથી જુદા છે તોપણ અજ્ઞાની તેને
આત્મા સાથે એકમેક માનતો થકો, નિઃશંકપણે ક્રોધાદિ પરભાવોમાં પોતાપણે વર્તે છે;
આ રીતે ક્રોધાદિમાં વર્તતો તે ક્રોધાદિ ક્રિયાને કરે છે. અજ્ઞાનીની આ અજ્ઞાનમય ક્રિયા
ર્કબંધનું અને સંસારનું કારણ છે.
* જગતમાં ક્રિયાના સામાન્યપણે કેટલા પ્રકાર છે?
જગતમાં સામાન્યપણે ત્રણ પ્રકારની ક્રિયા છે–
(૧) સ્વાભાવક્રિયા: જ્ઞાનાદિભાવોની ક્રિયા તે સ્વભાવક્રિયા છે.
(૨) વિભાવક્રિયા: ક્રોધાદિભાવોની ક્રિયા તે વિભાવક્રિયા છે.
(૩) જડની ક્રિયા: દેહાદિ ક્રિયા તે જડની ક્રિયા છે.
* કઈ ક્રિયાનો કર્તા કોણ છે?
૧. જ્ઞાની જ્ઞાનાદિ સ્વભાવક્રિયાનો કર્તા છે;
૨. અજ્ઞાની ક્રોધાદિ વિભાવક્રિયાનો કર્તા છે;