જ્ઞાનના પરિણમનમાં શ્રદ્ધા–જ્ઞાન–આનંદ વગેરે બધા ભાવો સમાય છે, પણ તેમાં
ક્રોધાદિ સમાતા નથી. અથવા, નિશ્ચયરત્નત્રયરૂપ જે ભાવ તે જ્ઞાનનું પરિણમન છે, તે
આત્માનો સ્વભાવ છે, અને વ્યવહારરત્નત્રયરૂપ શુભભાવ તે ખરેખર જ્ઞાનનું
પરિણમન નથી, તે આત્માનો સ્વભાવ નથી. જુઓ, આ ભેદજ્ઞાન!! આવું ભેદજ્ઞાન તે
જ અજ્ઞાનના નાશનો ઉપાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન કરે ત્યારે જ અજ્ઞાનનો નાશ
થાય છે. આવા ભેદજ્ઞાન વગર ક્્યારેય અજ્ઞાન છૂટે નહિ.
જ્ઞાનપરિણમનમાં ક્રોધાદિ થતા માલુમ પડતા નથી; આ રીતે જ્ઞાનમાં ક્રોધ નથી. અને
જ્યારે ક્રોધાદિમાં એકપણે પરિણમે છે ત્યારે તે જીવને તે ક્રોધાદિના પરિણમનમાં ક્રોધાદિ
પરભાવો જ ભાસે છે, પણ તે ક્રોધાદિમાં જ્ઞાન ભાસતું નથી, કેમકે ક્રોધાદિમાં જ્ઞાન
નથી. આ રીતે જ્ઞાન અને ક્રોધાદિને અત્યંત ભિન્નતા છે; એટલે જ્ઞાનસ્વભાવી આત્માને
ક્રોધાદિ સાથે એકતા નથી પણ ભિન્નતા છે.
તે વેદનમાં ક્રોધાદિની ઉત્પત્તિ થતી નથી. જ્ઞાનની અને ક્રોધની ભિન્નતા જ્ઞાનીને વેદનમાં
સ્પષ્ટ ભાસે છે. જ્યાં પરિણતિ સ્વભાવ તરફ ઝૂકી ત્યાં ક્રોધથી છૂટી. પરિણતિ
જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકે અને તેમાં રાગની રુચિ પણ રહે એમ કદી બનતું નથી. જ્યાં
જ્ઞાનની રુચિ છે ત્યાં રાગની રુચિ નથી; અને જ્યાં સમજાવીને આચાર્યદેવ કેવું સ્પષ્ટ
ભેદજ્ઞાન કરાવ્યું છે? આવું ભેદજ્ઞાન કરતાંવેંત જ અજ્ઞાન નાશ પામે છે. –આ અપૂર્વ
ધર્મ છે.