આત્મધર્મઃ૨૯:
મંગલ જન્મોત્સવ અંક
“ચૈતન્યપ્રભુને જોવા માટે રાગથી દૂર જા... ને સ્વભાવની સમીપ થા”
જો કે આ ચૈતન્યસ્વરૂપ આત્મા મોટો મહિમાવંત પરમેશ્વર છે, પણ અજ્ઞાની જીવ રાગની સમીપ
અને ચૈતન્યસ્વભાવથી દૂર વર્તે છે, એટલે તેને રાગની જ મહત્તા–મોટાઈ ભાસે છે, પણ ચૈતન્યપ્રભુની
મોટાઈ–મહત્તા તેને ભાસતી નથી; રાગની રુચિ આડે તે ચૈતન્યની પ્રભુતાને દેખતો નથી. પણ–
જ્ઞાની તો ભેદજ્ઞાનચક્ષુ વડે રાગથી જુદો પડી–વિભાવોથી દૂર જઈ, ચૈતન્યસ્વભાવની સમીપ
જઈને આત્માને જુએ છે, એટલે ચૈતન્યની નીકટતાથી તેને આત્મા પરમ અચિંત્ય પ્રભુતા સહિત મોટો
મહિમાવંત દેખાય છે. આ રીતે સ્વભાવની સમીપતા તે ચૈતન્યપ્રભુના દર્શનની રીત છે.