જેઠ: ૨૪૮૯: : પ:
... લીજીયે... ચૈતન્ય... વધાઈ...
વૈશાખ સુદ બીજના જન્મોત્સવની ઉમંગભરી વધાઈ પછી
પ્રવચનમાં ગુરુદેવે ચૈતન્યના આનંદની અલૌકિક વધાઈ
સંભળાવી... એ ચૈતન્યવધાઈ સાંભળતાં જ ભક્તજનોના હૈયા
હર્ષથી નાચી ઊઠયા... અહીં પણ એ મંગલવધાઈ આપવામાં
આવી છે... લીજીયે ચૈતન્ય વધાઈ!
(૧) ચૈતન્યના આનંદનો અનુભવ કેમ થાય ને અનાદિનું અજ્ઞાન કેમ ટળે
તેની આ વાત છે.
(૨) ચૈતન્યભગવાન વિજ્ઞાનઘનસ્વરૂપ છે, રાગદ્વેષરૂપ મલિનતા તેના
સ્વરૂપમાં નથી.
(૩) શાંતરસથી ભરેલા આત્માના અનુભવ પાસે ધર્માત્માને ઈન્દ્રના
ઈન્દ્રાસન પણ તુચ્છ તરણાં જેવાં લાગે છે.
(૪) ચૈતન્યમાં આનંદ ભયો છે તેમાંથી જ સ્વસન્મુખતાવડે તે પ્રાપ્ત થાય છે.
(પ) પોતામાં જ્ઞાનઆનંદ ભર્યો છે પણ અજ્ઞાનથી તે પોતાનું સ્વરૂપ ભૂલી
ગયો છે.
(૬) અહીં તે અજ્ઞાન ટળે ને સમ્યક્ આત્મઅનુભવ થાય–એવી અપૂર્વ વાત
છે.
(૭) ભાઈ, તું તને જાણ. પોતે પોતાને જાણે તો અપૂર્વ શાંતિ પ્રગટે.
(૮) ચૈતન્યનું જ્યાં આવું અપૂર્વ ભાન પ્રગટ્યું ત્યાં આત્મામાં અપૂર્વ
સોનેરી પ્રભાત ખીલ્યું.