જેઠ: ૨૪૮૯: : ૭:
(૨૬) ચૈતન્યના અને રાગના સ્વાદનો વિવેક કરીને જેણે આત્મામાં ઉપયોગ જોડયો તેને
સમ્યક્બોધીબીજ ઊગી ને અપૂર્વ આનંદનો સ્વાદ આવ્યો.
(૨૭) ચૈતન્યના આનંદનો સ્વાદ આવ્યો ને તેમાં રુચિ લાગી, ત્યાં ધર્માત્મા જગતની
પ્રતિકૂળતાના ગંજને પણ ગણતો નથી.
(૨૮) ધર્માત્માએ અંતર્મુખ થઈને પોતાના ચૈતન્યનું અવલંબન લીધું છે. તે ચૈતન્યના
અવલંબને પોતાની પરમાત્મદશાને સાધે છે.
(૨૯) જ્યાં સમ્યક્ ભાન થયું ત્યાં આત્મામાં બોધીચીજ ઊગી... આત્મામાં આનંદનના
અંકૂશની ધારા વહેવા લાગી.
(૩૦) મારા આત્માના સ્વાદમાં દુનિયાની પ્રતિકૂળતા મને ડરાવી શકે નહિ કે અનુકૂળતા મને
ઓગાળી શકે નહિ.
(૩૧) આવી જ્ઞાનબીજ જેને ઊગી તે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને પૂર્ણ પરમાત્મા થઈ
જશે.
(૩૨) ચૈતન્યના ભાન વગર અજ્ઞાનથી પરમાં કર્તૃત્વબુદ્ધિ કરી કરીને બહિર્વલણથી જીવો દુઃખી
થાય છે.
(૩૩) જેમ હરણીયાં અજ્ઞાનથી જ ઝાંઝવાને જળ માનીને પીવા દોડે છે ને દુઃખી થાય છે;
તેમ જીવો અજ્ઞાનથી જ પરમાં કર્તૃત્વ માનીને, અને રાગ સાથે કર્તાકર્મપણે પ્રવર્તતા થકા દુઃખી
થાય છે.
(૩૪) ત્રિકાળી ચિદાનંદસ્વરૂપ આત્મા પોતે છે તેના ભાનના અભાવે અજ્ઞાની આકુળતામાં
(રાગમાં) શાંતિ શોધે છે, –પણ અનંતકાળેય રાગમાંથી શાંતિ મળવાની નથી.
(૩પ) અરે જીવ! ઝાંઝવાને પાણી માનીને તું દોડયો... ઘણું દોડયો... છતાં ઠંડી હવા પણ ન
આવી. તું વિચાર તો કર કે જો ત્યાં ખરેખર પાણી હોય તો હજી ઠંડી હવા પણ કેમ ન આવી? તેમ
અનાદિથી અજ્ઞાની રાગમાં શાંતિ માને છે, પણ ભાઈ! તું વિચાર તો કર કે હજી તને ચૈતન્યની ઠંડી
હવા પણ કેમ ન આવી?
(૩૬) ચૈતન્યના સ્વભાવમાં શાંતિ છે તેને જો લક્ષમાં લ્યે તો અનંતકાળમાં પ્રાપ્ત ન થયેલી
એવી શાંતિની ઠંડી હવા પોતાને અંતરથી આવે.
(૩૭) તરસ્યા હરણાં મૃગજળમાં પાણી માનીને ઉલટા દુઃખી થાય છે, તેમ આકુળતામાં
(રાગમાં) એકાકાર વર્તતા અજ્ઞાની જીવો શુભાશુભ રાગમાં શાંતિ માનીને ઉલટા દુઃખને જ વેદે
છે.
(૩૮) જો મૃગજળથી તરસ્યા હરણાંની તરસ છીપે તો શુભરાગમાંથી અજ્ઞાનીને શાંતિ મળે.
(૩૯) જેમ પ્રકાશમાં અંધકાર નથી, ને ચૈતન્યપ્રકાશમાં રાગરૂપ અંધકાર નથી; એમ બન્નેની
ભિન્નતા છે.
(૪૦) જેમ અંધકાર અને પ્રકાશ ભિન્ન છે, તેમ રાગ અને ચૈતન્ય બન્ને ભિન્ન છે.
(૪૧) અજ્ઞાની જ્ઞાનને ભૂલીને પરભાવના કર્તાપણે વર્તે છે, તે તેનો મોહ છે.