Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 42

background image
વર્ષઃ ૨૧વીર સં.
અંકઃ ૧ર૪૯૦
૨૪૧
તંત્રી
જગજીવન બાવચંદ દોશી
કારતક
વીતરાગી હિતોપદેશનાં અમીઝરણાં
ભાઈ જગતના કોઈ પદાર્થો કહેતા નથી કે તું અમારી સામે જો! જગતના કોઈ
પદાર્થો એમ નથી કહેતા કે તું અમને અનુકૂળ સમજીને અમારા ઉપર રાગ કર! તેમ જ
કોઈ પદાર્થો એમ નથી કહેતા કે તું અમને પ્રતિકૂળ સમજીને અમારા ઉપર દ્વેષ કર!
જગતના પદાર્થો તો તેના સ્વરૂપમાં પરિણમ્યા કરે છે....તે આ જીવનું નથી તો કાંઈ ઇષ્ટ
કરતા, કે નથી કાંઈ બગાડતા. ભાઈ! આમ જાણીને તું શિવબુદ્ધિને પામ...તું તારા
જ્ઞાયકભાવપણે રહે! પરવસ્તુ તને ઇષ્ટ કે અનિષ્ટ નથી....માટે તેમાં રાગદ્વેષની બુદ્ધિ
છોડ....ને જ્ઞાનને આત્મામાં જોડ!
ભાઈ! જગત જગતમાં...ને તું તારામાં, તારે ને જગતને શું લેવા દેવા!! જગતના
જ્ઞેયો તો તારા જ્ઞાનથી બહાર જ રહે છે. જ્ઞેયો કાંઈ તારા જ્ઞાનમાં આવીને એમ નથી કહેતા
કે તું અમારા ઉપર રાગદ્વેષ કર! માટે તું પણ તારા જ્ઞાનભાવથી જ રહે....પોતે પોતાના
જ્ઞાનભાવમાં રહેવું તેમાં વીતરાગી–શાંતિ છે; એનું નામ શિવબુદ્ધિ છે, તે જ કલ્યાણકારી
બુદ્ધિ છે, રાગદ્વેષ વગરનું જ્ઞાન છે તે અતીન્દ્રિયઆનંદથી ભરેલું છે.
અહા, સંતોનો કેવો વીતરાગી–હિતોપદેશ છે!! અંતરમાં વીતરાગી ચૈતન્યનું ઘોલન
કરતાં કરતાં, ભવ્યજીવોના મહાભાગ્યે આવા વીતરાગી ઉપદેશનાં અમીઝરણાં સંતોએ
વહેવડાવ્યા છે.....જરાક લક્ષમાં લ્યે તો કેટલી શાંતિ!! કેટલું સમાધાન!! (ચર્ચામાંથી)
[૨૪૧]